<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સચિન, સેહવાગ અને લારા સાથે તુલના થઇ હતી : હવે પૃથ્વી શોએ કહ્યું - હું તારક મહેતાના જેઠાલાલ જેવો છું

ડેબ્યુ મેચમાં શાનદાર સદી ફટકારનાર પૃથ્વી શો ની તુલના ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને બ્રાયન લારા જેવા મહાન ખેલાડીઓ સાથે કરી હતી

ભારતીય ક્રિકેટમાં પૃથ્વી શોને એક સમયે આગામી સચિન તેંડુલકર કહેવામાં આવતો હતો, પરંતુ આજે તે મુંબઈની રણજી ટીમમાંથી પણ બહાર છે અને આઈપીએલ 2025માં પણ તે અનસોલ્ડ રહ્યો હતો. વર્ષ 2018માં પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર પૃથ્વી શો આજે પોતાની કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

 પૃથ્વી શોએ કહ્યું હતું કે, તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જેઠાલાલ (Jethalal) છે. ત્યારે જાણો પૃથ્વી શોએ આવું કેમ કહ્યું.

જ્યારે અભિષેક ત્રિપાઠીએ પૃથ્વીને પૂછ્યું કે, વિવાદ પૃથ્વીની પાસે આવે છે કે પૃથ્વી વિવાદો પાસે જાય છે? આ પ્રશ્નના જવાબમાં પૃથ્વીએ કહ્યું કે, ઘણા સમયથી આવું કંઈ બન્યું નથી, પરંતુ એક વાત હું કહેવા માંગુ છું કે મને વિવાદ પકડી લે છે. હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જેઠાલાલ છું.

 

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ એક સમયે પૃથ્વી શોની તુલના સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને બ્રાયન લારા જેવા મહાન ખેલાડીઓ સાથે કરી હતી. 2018માં ભારત તરફથી ડેબ્યૂ કરતાં જ પૃથ્વી શોએ પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી, ત્યારે એવું લાગતું હતું કે દેશને તેનો આગામી સુપરસ્ટાર મળી ગયો છે.

પરંતુ સમય સાથે સ્થિતિ બદલાઈ ગઈ સતત નિષ્ફળ પ્રદર્શન બાદ પૃથ્વી શોને 2021માં ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. તેનું પ્રદર્શન વધુ ખરાબ થયું અને 2025માં તે મુંબઈ રણજી ટીમમાંથી પણ બહાર થઈ ગયો. IPL 2025ના ઓક્શનમાં પણ તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો.

(7:04 PM IST)