<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

મેરઠ બાદ લુધિયાણામાં વાદળી ડ્રમમાં લાશ મળતા સનસનાટી

દોરડા વડે હાથ-પગ બાંધેલા હતા

 

 

લુધિયાણા તા.૨૭:  ઉત્તર પ્રદેશના મેરઠ અને હવે પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક મળતદેહ મળી આવતા ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. શેરપુર વિસ્‍તારમાં ડ્રમની અંદર પ્‍લાસ્‍ટિકની થેલીમાં મળતદેહ લપેટાયેલો હતો. તેના પગ અને ગરદન દોરડાથી બાંધેલા હતા. ડ્રમમાંથી દુર્ગંધ આવતા સ્‍થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્‍થળે પહોંચીને મળતદેહ કબજે કરીને તપાસ હાથ ધરી છે.

અહેવાલ મુજબ, મળતકની ઓળખ થઈ નથી અને તેની હત્‍યાનું કારણ પણ જાણવા મળ્‍યું નથી. પોલીસના જણાવ્‍યાનુસાર, મળતક સ્‍થાનિક હોવાનું લાગતું નથી. તેની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હત્‍યારાઓની શોધ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્‍યાનુસાર, ડ્રમમાંથી મળેલા મળતદહ પર કોઈ ઈજાના નિશાન નથી, પરંતુ તેની હાલત ખરાબ છે. તેને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યું છે. પોસ્‍ટમોર્ટમ પછી જ ખબર પડશે કે વ્‍યક્‍તિનું મળત્‍યુ કયા સંજોગોમાં થયું. એવું માનવામાં આવે છે કે હત્‍યા સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવી હતી અને આ માટે તાજેતરમાં જ ડ્રમ ખરીદવામાં આવ્‍યો હતો. લુધિયાણા શહેરમાં આવી ૪૨ કંપનીઓ છે, જે આ ડ્રમ બનાવે છે. પોલીસે આ કંપનીઓની યાદી બનાવી છે.

લુધિયાણા પોલીસે ઘટનાસ્‍થળથી ૫ કિલોમીટર સુધીના વિસ્‍તારમાં ચેકિંગ શરૂ થઈ ગયું છે. CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. રેલવે સ્‍ટેશન અને બસ સ્‍ટેન્‍ડના કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે. કેટલાક શંકાસ્‍પદ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ  મેરઠ સૌરભ હત્‍યા કેસની યાદ અપાવી દીધી છે. મુસ્‍કાન રસ્‍તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્‍લાએ મળીને સૌરભ રાજપૂતની હત્‍યા કરી હતી. બાદમાં તેના મળતદેહને વાદળી ડ્રમમાં મૂકીને સિમેન્‍ટથી સીલ કરવામાં આવ્‍યો હતો.(૩૮.૧૩)

(3:53 PM IST)