News of Friday, 27th June 2025
ભૂટાનમાં જમીન, વિજળી, શિક્ષણ, સારવાર સહિત બધુ જ મળે છે ફ્રી!
ભારતના આ પડોશી દેશમાં ન તો કોઈ ઘર વગરનું છે કે ન તો કોઈ ભૂખ્યું રહે છે : સારવાર પણ બિલકુલ મફત, ઘર બનાવવા માટે જમીન જોઈતી હોય તો ત્યાંનો રાજા તેને મફત આપી દે છે. પરંતુ એક શરત પૂરી કરવી પડે છે

થીમ્પુ તો૨૭: ભારતના પડોશમાં એક એવો દેશ આવેલો છે. જ્યાં ઘર બનવવા માટે જમીન મફતમાં મળી જાય છે. ખોરાક, વિજળી અને ભણતર પણ બિલકુલ ફ્રી છે. સૌથી મોટી વાત એ છે કે તમને ગમે તેવી બીમારી હોય, સારવાર ફ્રીમાં થઈ જશે. છે ને બાકી સ્વર્ગ જેવી સુવિધા? બસ આ માટે આ દેશે પોતાના નાગરિકો પાસે એક શરત રાખી છે. જેને પૂરી કરવી જરૂરી છે.
આ દેશમાં તમારે ન તો કોઈ ભિખારી મળશે અને ન કોઈ ઘર વગરનો વ્યક્તિ જોવા મળશે. દરેક પાસે મકાન છે. અહીંના લોકો સામાન્ય રીતે ખુશખુશાલ જીવન પસાર કરે છે. અહીં કોઈ ગંભીર બીમારી માટે સરકાર વિદેશમાં સારવાર સુધીનો ખર્ચ ઉપાડે છે. આ પડોશી દેશનું નામ ભૂટાન છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભૂટાનમાં લાંબા સમય સુધી ટીવી અને ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ હતો. જેનું કારણ વિદેશી સંસ્કળતિનું ભૂટાનના લોકો પર ખરાબ અસર ન પડે તે માટેનું હતું, પરંતુ ૧૯૯૯માં આ પ્રતિબંધ ત્યાંના રાજા દ્વારા હટાવી લેવામાં આવ્યો, જેથી તમે કહી શકો કે ભૂટાન દુનિયાનો છેલ્લો એવો દેશ છે જ્યાં ટીવીનો ઉપયોગ શરૂ થયો હોય.
આ દેશમાં લોકોની આંતરિક શાંતિની કાળજી લેવા માટે, ૨૦૦૮માં ગ્રોસ નેશનલ હેપીનેસ કમિટીની રચના કરવામાં આવી હતી. વસ્તી ગણતરીની પ્રશ્નાવલીમાં પણ એક કોલમ હોય છે જ્યાં તમે સૂચવી શકો છો કે તમે તમારા જીવનથી સંતુષ્ટ છો કે નહીં. ત્યાં ખુશી મંત્રાલય પણ છે, જે કુલ ઘરેલુ સુખને માપે છે. અહીં જીવનની ગુણવત્તા તેમના નાણાકીય અને માનસિક મૂલ્યો વચ્ચેના સંતુલન દ્વારા નક્કી કરવામાં આવે છે.
ભૂટાનમાં રોડ પર કોઈ રહેતું નથી. જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર ગુમાવે છે, તો તેને માત્ર રાજા પાસે જવું પડે છે, જે તેમને જમીન આપે છે જ્યાં તેઓ ઘર બનાવી શકે અને શાકભાજી વાવી શકે છે. ભૂટાનના લોકો પોતાને ખુશ માને છે અને તેમના જીવનથી સંતુષ્ટ છે. ભુતાનમાં પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક સ્તર સુધી શિક્ષણ મફત છે. સરકારી શાળાઓ અને કોલેજોમાં ટયુશન ફી લેવામાં આવતી નથી. કેટલાક ખાસ કિસ્સાઓમાં, સરકાર વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવળત્તિ પણ આપે છે.
ભૂટાનના ગ્રામીણ વિસ્તારોમાં, ઘરેલુ ઉપયોગ માટે મર્યાદિત હદ સુધી વીજળી મફત આપવામાં આવે છે. આ સુવિધા મુખ્યત્વે નાના પરિવારો અને ઓછી આવક ધરાવતા નાગરિકો માટે છે. ખેડૂતોને સરકાર તરફથી બિયારણ, ખાતર અને સાધનો પર સબસિડી મળે છે. ખેતીમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંસાધનો મફતમાં અથવા ખૂબ ઓછા ખર્ચે આપવામાં આવે છે.
ભૂટાનના લોકો પરંપરાગત વષાો પહેરે છે. પુરુષો ભારે, ઘૂંટણની લંબાઈવાળા કપડાં પહેરે છે.સ્ત્રીઓ લાંબા વષાો પહેરે છે. વ્યક્તિની સ્થિતિ અને સામાજિક સ્થિતિ તેના ડાબા ખભા પરના સ્કાર્ફના રંગ દ્વારા ઓળખવામાં આવે છે. સામાન્ય લોકો સફેદ સ્કાર્ફ પહેરે છે. કુલીન લોકો અને સાધુઓ પીળા વષાો પહેરે છે.
આ લાંબા સમયથી એક અલગ દેશ રહ્યો છે. ૧૯૭૦માં પ્રથમ વખત કોઈ વિદેશી પ્રવાસીને અહીં આવવાની મંજૂરી આપવામાં આવી હતી. અત્યારે પણ અધિકારીઓ વિદેશી પ્રભાવ પર ચાંપતી નજર રાખે છે.(૩૮.૭)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
