News of Friday, 27th June 2025
ઘોર કળિયુગઃ પિતાએ પહેલા દીકરીની આબરૂ લૂંટીઃ મન ન ભરાયું તો ચાકૂના ૧૮ ઘા ઝીકી દીધા પછી નાચવા લાગ્યો
લખનઉમાં એક સાવકા પિતાએ દીકરી પર ખોરી દાનત રાખી, બળજબરી કરી, છતાં માની નહીં તો તેના પર ચાકૂના ૧૮ ઘા મારી પતાવી દીધી, હેવાન આટલેથી અટકયો નહીં, હત્યા કર્યા બાદ લાશ પર નાચવા લાગ્યો હતો

લખનઉ તા.૨૭: આ કહાની છે એક માસૂમ દીકરીની, એક બીસીએની છાત્રાની, જે સૌ સાથે હળીમળીને રહેતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી તે એકદમ શાંત રહેતી. તેની આંખોમાં એક વિચિત્ર પ્રકારનો ડર અને ઉદાસી દેખાતી હતી. છોકરીની ફ્રેન્ડ નેહાએ કહ્યું કે, કોલેજમાં રજાના સમય તમામ વિદ્યાર્થી પોતાના ઘરે જવા માટે ઉત્સાહિત રહેતા, પણ રિયા હંમેશા હોસ્ટેલમાં જ રોકાવાની જિદ કરતી. તે ઘરે જતાં ડરતી હતી. નેહા અને બાકીની ફ્રેન્ડને લાગતું હતું કે, કદાચ તેના ઘરમાં કોઈ તકલીફ હશે, પણ કોઈને નહોતી ખબર કે તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે.
છોકરીની મા, શાંતિએ પોલીસને જણાવ્યું કે, વિકાસ જે છોકરીનો સાવકો પિતા છે, તેણે થોડા સમય પહેલા દીકરીના અડપલા કર્યા હતા, તેની છોકરી સાથે જબરદસ્તી કરી હતી, જે બાદ તે ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગી હતી. રજામાં મા દ્વારા વારંવાર બોલાવા છતાં દીકરી ઘરે નહોતી આવતી, જો કે બહુ ભાર આપતા તે પાછી આવી હતી.
૩૦ જૂને છોકરીને હોસ્ટેલ પાછા જવાનું હતું. પણ આ અગાઉ વિકાસે ફરીથી તેના પર દાનત બગાડી. છોકરીએ તેનો વિરોધ કર્યો, પોતાની માને આખી વાત કહી દીધી. તેનાથી વિકાસનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે છોકરી પર ચાકૂથી ઉપરાઉપરી ૧૮ વખત ઘા કર્યા. તેણે છોકરીની ડોક, પેટ અને શરીરના અન્ય નાજુક અંગ પર ઘા કર્યા. એટલું જ નહીં, આ હેવાને હત્યા કર્યા બાદ પોતાની દીકરીની લાશ પર ચડીને નાચવા લાગ્યો. પણ માએ ડરના કારણે કોઈ પગલું ભર્યું નહીં.
માના નિવેદન બાદ પોલીસે વિકાસની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે પૂછપરછ ચાલી રહી છે. શાંતિએ પોલીસને જણાવ્યું કે, વિકાસે ન ફક્ત દીકરી સાથે ખરાબ કામ કર્યું પણ તે પરિવારની સંપત્તિ હડપવાની ફિરાકમાં હતો. થોડા સમય પહેલા તેણે ગુડંબામાં શાંતિનો એક પ્લોટ ૩ કરોડમાં વેચી દીધો હતો. પણ તેણે શાંતિને ખાલી ૮૦ લાખ રુપિયા આપ્યા અને બાકીની રકમ પોતાની પાસે રાખી લીધી. હવે તે વિજ્ઞાનપુરીવાળા ઘરને પણ ૨.૫ કરોડમાં વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો. આ વાતને લઈને ઘરમાં રોજ ઝઘડા થતાં હતા.
મહાનગર ઈંસ્પેક્ટર અખિલેશ કુમાર મિશ્રા જણાવે છે કે, આ મામલાની વિવેચના ચાલી રહી છે. નિવેદનના આધાર પર કેસ ચલાવવામાં આવશે. આરોપીને જેલમાં નાખી દીધો છે. આરોપીના મોબાઈલમાંથી પુરાવા એકઠા કરી લીધા છે. બેન્ક ખાતાની ડિટેલ કાઢી રહ્યા છીએ કે તેણે કેટલા રુપિયા હડપી લીધા છે. આ ઉપરાંત મહિલાએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા પતિએ તેની સાથે રેપ કર્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બધી વાત સ્પષ્ટ થઈ જશે. છાત્રાના શરીર પર ચાકૂના ૧૮ નિશાન મળ્યા હતા.(૩૮.૪)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
