<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ગ્‍વાડા નેગેટિવ નામનું ૪૮મું બ્‍લડ-ગ્રુપ શોધાયું: આવું લોહી ધરાવે છે વિશ્વમાં એકમાત્ર મહિલા

૮ વર્ષ સુધી રિસર્ચ અને DNA સીક્‍વન્‍સિંગ પછી એને નવા બ્‍લડ-ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્‍યું

પેરિસ,તા.૨૭: ફ્રાન્‍સના વૈજ્ઞાનિકોએ કૅરિબિયન ટાપુ ગ્‍વાડેલુપની એક મહિલામાં એક નવું બ્‍લડ-ગ્રુપ શોધી કાઢયું છે. આ નવા બ્‍લડ-ગ્રુપનું નામ ‘ગ્‍વાડા નેગાટી' (ગ્‍વાડા નેગેટિવ) રાખવામાં આવ્‍યું છે. આ સંદર્ભમાં ફ્રેન્‍ચ બ્‍લડ એસ્‍ટાબ્‍લિશમેન્‍ટે સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ લિન્‍ક્‍ડઇન પરની એક પોસ્‍ટમાં આ નવા બ્‍લડ-ગ્રુપની શોધ વિશે માહિતી આપી છે.

૨૦૧૧માં એક સર્જરી પહેલાં મહિલાના બ્‍લડના નમૂના લેવામાં આવ્‍યાનાં ૧૫ વર્ષ પછી આ દુર્લભ બ્‍લડ-ગ્રુપ શોધી કાઢવામાં આવ્‍યું હતું. આ વિશ્વની ૪૮મી બ્‍લડ-ગ્રુપ સિસ્‍ટમની ઓળખ દર્શાવે છે. નવાઈની વાત એ છે કે આવું લોહી ધરાવતી તે વિશ્વની એકમાત્ર મહિલા છે.

આ દુર્લભ ગ્રુપનું લોહી ધરાવતી ૫૪ વર્ષની મહિલાને ૨૦૧૧માં જ્‍યારે એક ઓપરેશન કરવા માટે બ્‍લડ-ટ્રાન્‍સફયુઝનની જરૂર પડી ત્‍યારે તેનું લોહી અન્‍ય કોઈ ડોનરના લોહી સાથે મેચ થતું નહોતું. આના કારણે ઓપરેશન બંધ રાખવામાં આવ્‍યું હતું. આથી રિસર્ચરોએ આ મહિલાનું બ્‍લડ-ગ્રુપ ઓળખવા માટે ૨૦૧૧માં રિસર્ચ શરૂ કર્યું હતું. રિસર્ચરોએ તેનું હીમોગ્‍લોબિન સામાન્‍ય રીતે વધારવાનો પ્રયાસ કર્યો અને ૮ વર્ષના રિસર્ચ અને ડીઓક્‍સિરિબો ન્‍યુક્‍લેઇક એસિડ (DNA) સીક્‍વન્‍સિંગ પછી ૨૦૧૯માં એને એના નવા બ્‍લડ-ગ્રુપ તરીકે ઓળખવામાં આવ્‍યું. હવે કુલ ૧૪ વર્ષ પછી એને એક નવા બ્‍લડ-ગ્રુપ તરીકે સંપૂર્ણ માન્‍યતા આપવામાં આવી છે. રિસર્ચરોનો દાવો છે કે આ મહિલાને આ બ્‍લડ-ગ્રુપ તેનાં માતા-પિતા પાસેથી મળ્‍યું હશે. વિશ્વમાં દુર્લભ ABO જૂથનાં રક્‍તજૂથોને ઓળખવાનું કાર્ય ૧૯૦૦માં શરૂ થયું હતું.

(10:03 AM IST)