News of Friday, 27th June 2025
મહિલા કમાતી હોય તો પણ ભરણપોષણનો હકઃ બોમ્બે હાઈકોર્ટ
લગ્ન જીવનમાં હતું તેવા જ જીવનધોરણનીસ્ત્રી પણ હકદાર

મુંબઈ તા.૨૭: બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે મહિલા કમાતી હોવાથી તેને તેના અલગ થયેલા પતિ પાસેથી નાણાકીય સહાયથી વંચિત રાખી શકાય નહીં. મહિલાએ પણ તેનું પોતાનું જીવનધોરણે જાળવી રાખવાનું હોય છે. પત્ની તે જ જીવનધોરણની હકદાર છે, જે તે અલગ થયા પહેલા ધરાવતી હતી.
જસ્ટિસ મંજુષા દેશપાંડેની ખંડપીઠે ૧૮ જૂને આદેશ આપ્યો હતો, પરંતુ તેની નકલ ગુરુવારે ઉપલબ્ધ થઈ હતી. કોર્ટે ઓગસ્ટ ૨૦૨૩ના ફેમિલી કોર્ટના આદેશને પડકારતી એક પુરુષની અરજી ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટે દર મહિને રૂ.૧૫,૦૦નું ભરણપોષણ ચુકવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે દલીલ કરી હતી કે તેની પત્ની નોકરી કરતી મહિલા છે અને મહિને રૂ. ૨૫,૦૦૦થી વધુ કમાય છે. તેથી તેને મોટા ભરણપોષણની જરૂર નથી. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે પત્ની કમાતી હોવા છતાં આવક તેના પોતાના ભરણપોષણ માટે પૂરતી નથી. તેને નોકરી માટે દરરોજ લાંબું અંતર કાપવું પડે છે.
આટલી આવક સાથે તે યોગ્ય જીવન જીવવાની સ્થિતિમાં નથી. પત્ની કમાતી હોવાથી તેને તેના પતિ તરફથી મળતી નાણાકીય સહાયથી વંચિત રાખી શકાય નહીં. પત્ની કરતાં પતિ ઘણુ વધારે કમાય છે અને તેની કોઈ નાણાકીય જવાબદારીઓ નથી. કોર્ટે તેના આદેશમાં નોંધ્યું હતું કે મહિલા હાલમાં તેના માતાપિતા અને ભાઈ સાથે રહે છે, પરંતુ તે અનિヘતિ સમય માટે તેમની સાથે રહી શકે નહીં, કારણ કે તેનાથી તે બધાને અસુવિધા અને મુશ્કેલી પડી શકે છે.(૩૮.૧૭)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
