News of Friday, 27th June 2025
GST સ્લેબમાં થશે મોટો ફેરફાર : જૂતા, કપડાં સહિત આ રોજિંદા વસ્તુઓ પર માત્ર ૫% GST!

નવી દિલ્હી, તા.૨૭: ભારત સરકાર GSTમાં વ્યાપક ફેરફારોની યોજના બનાવી રહી છે જેનો લાભ સામાન્ય જનતાને મળવાની અપેક્ષા છે. સરકારનો ઉદ્દેશ્ય ૧૨% ટેક્સ સ્લેબને નાબૂદ કરવાનો અને મોટાભાગની વસ્તુઓને ૫% સ્લેબમાં લાવવાનો છે. આનાથી જૂતા, ચપ્પલ, મીઠાઈઓ, કેટલાક કપડાં અને ડેરી ઉત્પાદનો સસ્તા થઈ શકે છે. હાલમાં, કાર, તમાકુ, પાન મસાલા, ઠંડા પીણા વગેરે પર લાદવામાં આવતા વધારાના સેસને સીધા GST દરમાં સમાવવાનો -સ્તાવ છે. આ ફેરફારથી કર વ્યવસ્થા સરળ અને પારદર્શક બનશે, અને રાજ્યોને વધુ આવક મળશે. જોકે, આ ફેરફાર માટે બધા રાજ્યોની સંમતિ જરૂરી છે કારણ કે તેનાથી કેટલાક રાજ્યોની કર આવકમાં ઘટાડો થઈ શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠક જુલાઈના ત્રીજા અઠવાડિયામાં અથવા ચોમાસા સત્ર પછી થવાની અપેક્ષા છે, જ્યાં દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
