<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

છોકરાઓ આગળ વધી જાય છે, બ્રેકઅપ પછી છોકરીઓ માટે લગ્ન કરવા મુશ્‍કેલ બની જાય છે : અલ્‍હાબાદ હાઈકોર્ટ

લિવ-ઇન રિલેશનશિપ મહિલાઓને અપ્રમાણસર નુકસાન પહોંચાડે છે : જ્‍યારે આવા સંબંધોનો અંત આવે છે ત્‍યારે પુરુષો આગળ વધે છે અને લગ્ન પણ કરી લે છે, પરંતુ બ્રેકઅપ પછીસ્ત્રીઓ માટે જીવનસાથી શોધવો મુશ્‍કેલ હોય છે

પ્રયાગરાજ, તા.૨૭: લગ્નનું ખોટું વચન આપીને મહિલાના શારીરિક શોષણના કેસમાં કોર્ટે લિવ-ઇન રિલેશનશિપનો ઉલ્લેખ કર્યો છે. અલ્‍હાબાદ હાઈકોર્ટના ન્‍યાયાધીશનું કહેવું છે કે લિવ-ઈન રિલેશનશિપનો ખ્‍યાલ મધ્‍યમ વર્ગના સમાજના સ્‍થાપિત કાયદાઓની વિરુદ્ધ છે. આ ઉપરાંત, કોર્ટે આવા કેસોમાં વધારા અંગે પણ ચિંતા વ્‍યક્‍ત કરી છે.

જસ્‍ટિસ સિદ્ધાર્થ હાઈકોર્ટમાં કેસની સુનાવણી કરી રહ્યા હતા. શાન-એ-આલમની જામીન અરજી તેમની સમક્ષ આવી. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોક્‍સો એક્‍ટની અનેક જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યા છે. એવો આરોપ છે કે તેણે લગ્નનું વચન આપીને છોકરી સાથે શારીરિક સંબંધ બાંધ્‍યા હતા અને બાદમાં તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આરોપી ૨૫ ફેબ્રુઆરીથી જેલમાં હતો, તેની સામે અગાઉ કોઈ ગુનાહિત કેસ નહોતા, આરોપોનું સ્‍વરૂપ અને જેલમાં વધુ પડતી ભીડ હોવાથી તેને જામીન આપવામાં આવ્‍યા હતા.કોર્ટે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપને કાનૂની માન્‍યતા આપ્‍યા પછી, આવા કેસ કોર્ટમાં આવતા રહે છે.ઁ આ કેસ કોર્ટમાં આવી રહ્યા છે કારણ કે લિવ-ઇન રિલેશનશિપ ભારતીય મધ્‍યમ વર્ગના સ્‍થાપિત કાયદાઓની વિરુદ્ધ છે...'

કોર્ટે એમ પણ કહ્યું છે કે લિવ-ઇન રિલેશનશિપ મહિલાઓને અપ્રમાણસર નુકસાન પહોંચાડે છે. તેમણે કહ્યું કે જ્‍યારે આવા સંબંધોનો અંત આવે છે ત્‍યારે પુરુષો આગળ વધે છે અને લગ્ન પણ કરી લે છે, પરંતુ બ્રેકઅપ પછીસ્ત્રીઓ માટે જીવનસાથી શોધવો મુશ્‍કેલ હોય છે.

વકીલે કોર્ટને જણાવ્‍યું કે આરોપીના કળત્‍યોએ મહિલાનું આખું જીવન બરબાદ કરી દીધું છે અને હવે કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય. આ દલીલોને ધ્‍યાનમાં લેતા, કોર્ટે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપનો યુવા પેઢી પર સૌથી વધુ પ્રભાવ પડ્‍યો છે અને તેની પ્રતિકૂળ અસરો હાલના કેસોમાં દેખાય છે.

(3:58 PM IST)