તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 27th June 2025
તમારા અધિકારોની રક્ષાનું હથીયાર, LOPનાં પદગ્રહણનું એક વર્ષ : રાહુલ ગાંધીનો વીડીયો જાહેર

નવી દિલ્હી, તા. ર૭ : લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના પદગ્રહણને એક વર્ષ થતા વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ ૧.ર૦ મીનીટના વિડીયોમાં રાહુલને લોકોના પ્રશ્નો ઉઠાવતા દર્શાવાયા છે.
વિડીયોમાં જણાવાયા મુજબ તમારા અધિકારોની રક્ષાનું હથીયાર, LOP ના પદગ્રહણનું એક વર્ષ તમારા પ્રેમ અને સમર્થન માટે હૃદયથી આભાર.
સડકથી સંસદ સુધી તમારો અવાજ બુલંદ કરતો રહીશ. બંધારણ અને દરેક ભારતીયોના હકની રક્ષા માટે હંમેશા ઢાલ બનીને ઉભો રહીશ તે પ્રતિજ્ઞા છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
