<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

બન્ને પુત્રીઓની કોલેજની ફીના પૈસા નહોવાથી ઝડપી પૈસા માટે પતિ-પત્નીએ પોર્ન વીડિયો બનાવીને વેચવાનો નિર્ણય કર્યો : પોર્ન વીડિયો બનાવીને 500-2000 રુપિયામાં વેચતાં

પોર્ન વીડિયો શૂટ કરવા માટે પતિ-પત્નીએ HD કેમેરાનો ઉપયોગ કર્યો ,પોર્ન વીડિયો ઉતારતી વખતે કપલ માસ્ક પહેરતું હતું જેથી કરીને ઓળખ છતી ન થઈ જાય

નવી દિલ્હી તા.૨૭ : મજબૂરીમાં માણસને કંઈ પણ ખરાબ કામ કરવું પડતું હોય છે. પહેલી નજરે ભલે તે અનૈતિક લાગતું હોય પરંતુ તેની પાછળ મજબૂરી હોય છે. આવી એક ઘટનામાં પૈસા માટે પોતાના પોર્ન વીડિયો બનાવીને વેચનાર પતિ-પતિ ઝડપાયાં છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પોતાના જ સેક્સી વીડિયો બનાવીને યુવાનોને વેચનાર કપલની પોલીસે ધરપકડ કરી છે.

પુત્રીની ફી માટે પોર્ન વીડિયો બનાવીને વેચવા લાગ્યાં

આ ઘટનામાં પૂછપરછ દરમિયાન પતિ-પત્નીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પતિએ કહ્યું કે તે પોતે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવે છે, અને તેનું શરીર પણ સારુ રહેતુ નથી. તેમની પાસે બન્ને પુત્રીઓની કોલેજની ફીના પણ પૈસા નહોતા. બંને પુત્રીઓ હોશિયાર છે. તેમાંથી એક બી.ટેક.ના બીજા વર્ષની વિદ્યાર્થીની છે જ્યારે બીજી પુત્રીએ તાજેતરમાં જ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં 470 માંથી 468 મેળવ્યા છે અને કોલેજમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહી હતી. પુત્રીઓની કોલેજ ફી વધારે હતી, તે રિક્ષા ચલાવીને ભરી શકાય તેવી નહોતી આથી ઝડપી પૈસા માટે તેમણે પોર્ન વીડિયો બનાવીને વેચવાનો નિર્ણય કર્યો હતો.

પોર્ન વીડિયો બનાવીને 500-2000 રુપિયામાં વેચતાં

કપલે એવો પણ ખુલાસો કર્યો છે કે તેઓ તેમના ઘરમાં જ પોર્ન વીડિયો શૂટ કરતાં હતા અને એપ પર શેર કરતાં હતા. તેમના ચાહકોમાં મોટા ભાગના યુવાનો હતા. તેઓ લાઈવ સેક્સના એક વીડિયોના 2000 અને રેકોર્ડેડ ક્લિપના 500 રુપિયા લેતું હતું.

રિક્ષા કરતાં વધારે પૈસા કમાયા

પોલીસે જણાવ્યું હતું કે ઓટો ચલાવતાં કરતાં પોર્ન વીડિયો દ્વારા પતિ-પત્નીએ ધરખમ કમાણી કરી લીધી હતી અને પકડાયા ત્યાં સુધી ધીખતી કમાણી કરી રહ્યાં હતા.

માસ્ક પહેરીને પોર્ન વીડિયો શૂટ કરતાં

પોલીસે એવું પણ કહ્યું કે પોર્ન વીડિયો શૂટ કરવા માટે પતિ-પત્નીએ HD કેમેરાનો ઉપયોગ કર્યો હતો. પોર્ન વીડિયો ઉતારતી વખતે કપલ માસ્ક પહેરતું હતું જેથી કરીને ઓળખ છતી ન થઈ જાય. પૂર્વ ઝોન ટાસ્ક ફોર્સ દ્વારા કપલના ઘેર દરોડા પાડવામાં આવ્યાં હતા.

વીડિયો ખરીદનાર સામે પણ એક્શન

પોલીસે એવું કહ્યું છે જે લોકોએ કપલ પાસેથી તેમના વીડિયો ખરીદ્યાં છે તેમને પણ નોટીસ આપવામાં આવશે.

(4:36 PM IST)