News of Friday, 27th June 2025
ભગવાન જગન્નાથજીની પુરી, નાસિક, મણિપુર, ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત અનેક સ્થળોએ નીકળી રથયાત્રા: કરો દિવ્ય દર્શન: જુઓ વીડિયો
ઓડિશા ઉપરાંત દિલ્હીમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન : પુરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા : દેશભરમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શનનો અદભુત લ્હાવો

#WATCH | Puri, Odisha | The pulling of the chariots begins at Shri Jagannath Mahaprabhu's Rath Yatra in Puri pic.twitter.com/sLs2Uj2kh0
— ANI (@ANI) June 27, 2025
#WATCH | Delhi CM Rekha Gupta attends Jagannath Rath Yatra at Shri Jagannath temple in Hauz Khas area of the city pic.twitter.com/qm7BrOBBVK
— ANI (@ANI) June 27, 2025
નવી દિલ્હી : આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. દેશની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશાના પુરીમાં યોજાય છે. અહીં લાખો ભક્તો રથયાત્રામાં જોડાય છે. આજે પણ લાખો ભક્તો સાથે આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જઈ રહી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે.
દેશની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશાના પુરીમાં યોજાય છે. અહીં લાખો ભક્તો રથયાત્રામાં જોડાય છે. આજે પણ અષાઢી બીજના દિવસે પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. અને હજારો ભક્તોએ આ રથયાત્રામાં ભગવાનના દર્શન કર્યા છે.
ઓડિશા ઉપરાંત દિલ્હીમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
દિલ્હીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દિલ્હી સીએમ રેખા ગુપ્તાએ પણ ભાગ લીધો હતો.
પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં પણ ભગવાન જગન્નાથના ભક્તોએ પહેલીવાર રથયાત્રામાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે થોડા અઠવાડિયા પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિઘામાં જગન્નાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજા મુધોજી ભોંસલેના રાજવી પરિવારે પણ નાસિકમાં આ યાત્રામાં ભાગ લીધો હતો.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પરંપરાગત અને ભક્તિભાવ સાથે આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથજી તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને જોવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
#WATCH | East Medinipur, West Bengal | The first-ever Rath Yatra at the Lord Jagannath temple in Digha begins pic.twitter.com/cgygH5tEuN
— ANI (@ANI) June 27, 2025
#WATCH | Maharashtra: Lord Jagannath #RathYatra takes place in Nashik, in the presence of Raje Mudhoji Bhonsle - a member of the erstwhile Nagpur Bhonsle royal family. pic.twitter.com/wOMjUXUlw3
— ANI (@ANI) June 27, 2025
#WATCH | Manipur: Lord Jagannath's #RathYatra, also known as ‘Kang Chingba’ festival, begins in Imphal.
— ANI (@ANI) June 27, 2025
(Drone Visuals) pic.twitter.com/GlnEoue2a9
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
