<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

ક્રુડ ઓઈલમાં સાપ્તાહિક ધોરણે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો ઘટાડો : 12 ટકાનું ગાબડું : જાણો કોને ફાયદો થશે

સાપ્તાહિક ધોરણે ક્રુડની કિંમતોમાં 12 ટકાથી વધારે ગાબડું : ક્રુડના ભાવ પ્રતિ બેરલ 83 ડોલરથી ઘટીને 73 ડોલર થયો

નવી દિલ્હી : વિશ્વ સ્તરે ભૂરાજકિય ચિંતા હળવી બનતા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલ (Crude Oil)ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આ સાથે જ આ સપ્તાહમાં એટલે કે સાપ્તાહિક ધોરણે ક્રુડની કિંમતોમાં 12 ટકાથી વધારે થયો છે.

આ સપ્તાહે ક્રુડના ભાવ પ્રતિ બેરલ 83 ડોલરથી ઘટીને 73 ડોલર થયો છે. અમેરિકી બેન્ચમાર્ક પણ 78 ડોલરથી ઘટીને પ્રતિ બેરલ 68-69 ડોલર થઈ ગયા છે. આ ઘટાડો સતત છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે.

વૈશ્વિક માંગને લઈ ચિંતા- ચીન અને યુરોપના નબળા આર્થિક અહેવાલોને કારણે ક્રુડ ઓઈલની માંગ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે

અમેરિકામાં ઇન્વેન્ટરી સ્ટોકમાં વધારો- અમેરિકામાં ક્રૂડ ઓઇલની ઈન્વેસ્ટરી અપેક્ષા કરતાં વધુ રહ્યો છે, જેના કારણે કિંમતો પર દબાણ આવ્યું

ડોલર મજબૂત - ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધુ નબળા પડ્યા છે, કારણ કે ક્રુડ ઓઈલ ડોલર ચલણમાં ખરીદવામાં આવે છે.

ટેકનિકલ સેલિંગ અને ટ્રેડર્સ દ્વારા વેચવાલી - કેટલાક નિષ્ણાતો માને છે કે ટેકનિકલ સ્તર તૂટી ગયા પછી ભારે ટ્રેડિંગ અને પ્રોફિટ બુકિંગને કારણે પણ ઘટાડો ઝડપી બન્યો.

એરલાઇન્સ અને પેઇન્ટ કંપનીઓને ફાયદો: સસ્તા ATF (એવિએશન ફ્યુઅલ) અને ક્રૂડ ઓઇલ આધારિત ઇનપુટ્સને કારણે ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ જેવી કંપનીઓના ભાવમાં વધારો થવાની ધારણા છે.

(9:20 PM IST)