<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

૫ બાળકોની મા ૨૨ વર્ષના જુવાનિયા પર મોહી ગઈઃ બધું છોડી તેની સાથે ભાગી ગઈ

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છેઃ પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છેઃ પરિવારે પોલીસ ચોકીએ ધામા નાખ્‍યાઃ મહિલાના બાળકો પોલીસ સામે આજીજી કરી રહ્યા છે કે તેમની માતાને પાછી બોલાવી દે

 

 

સોનભદ્ર તા.૨૮: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાંથી એક આવો જ કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૫ બાળકોની માતાને એક ૨૨ વર્ષના યુવાન સાથે પ્રેમ થઈ ગયો. તે પણ એવી રીતે કે એક દિવસ મહિલા પોતાના પ્રેમીને લઈને ભાગી ગઈ. પણ હવે મહિલાના બાળકો પોલીસ સામે આજીજી કરી રહ્યા છે કે તેમની માતાને પાછી બલોવી દે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

સોનભદ્રમાં સંબંધોને લવજતો કિસ્‍સો એક મામલો સામે આવ્‍યો છે. એક માએ પોતાના પાંચ બાળકોને છોડી ૨૨ વર્ષિય પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જે પ્રેમી સાથે મહિલા ફરાર થઈ છે, તેના પર આરોપ છે કે તે પહેલા પણ કેટલીય મહિલાઓને લઈને ભાગી ચુકયો છે. આરોપી પ્રેમી કેટલીય મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચુકયો છે અને બેથી ચાર મહિનામાં તે મહિલાને છોડી દે છે.

આપને જણાવી દઈએ કે, રોબર્ટસગંજ કોતવાલી વિસ્‍તારના લોહરા ગામમાં પાંચ બાળકોની કળિયુગી માએ પોતાનાથી નાની ઉંમરના એક યુવક સાથે પ્રેમ સંબંધ બનાવ્‍યો અને તેમનો પ્રેમ એટલો આગળ વધી ગયો કે, પોતાનાથી નાની ઉંમરના પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય લઈ લીધો. આખરે ૨૨ વર્ષના પ્રેમી સાથે પાંચ બાળકોને છોડીને તે ભાગી ગઈ. બાળકો તથા પરિવારે મહિલાને ખૂબ જ સમજાવી. પણ મહિલા પોતાના પ્રેમી સાથે રહેવા પર અડગ રહી.

મહિલાએ પોતાના બાળકોની વાત પણ માની નહીં. આ મામલાને લઈને મહિલાના પરિવાર તથા બાળકોએ પોલીસની મદદ માગી. ઘટનાસ્‍થળ પર પહોંચીને પોલીસ તપાસમાં લાગી હતી. આરોપ છે કે જે વ્‍યક્‍તિ સાથે મહિલા ભાગી છે, તે અગાઉ પણ કેટલીય મહિલાઓને લઈને ભાગી ચુકી છે અને બેથી ચાર મહિનામાં તેમને છોડી દે છે.

આ મામલાને લઈને મહિલાની મોટી દીકરીએ જણાવ્‍યું કે, મારી મા હંમેશા કાકાને ઘરે જતી હતી. ત્‍યાં જ તેમની મુલાકાત આ છોકરા સાથે થઈ. અમે લોકોને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ માએ કોઈની વાત માની નહીં અને તેની સાથે જતી રહી. મહિલાની સાસુએ જણાવ્‍યું કે, છ મહિનાથી તે પ્રેમી સાથે અહીં આવતી જતી રહેતી હતી. હવે મહિનાથી મારી વહુ પોતાના ૨૨ વર્ષિય પ્રેમીના ઘરે રહેવા લાગી. અમે લોકો ચંદૌલીના રહેવાસી છે. ખૂબ સમજાવી પણ કોઈ ફાયદો થયો નહીં.(૩૮.૯)

(9:46 AM IST)