News of Saturday, 28th June 2025
ત્રણ રાજ્યોમાં BJPના નવા પ્રદેશ અધ્યક્ષ મળશે
ચૂંટણી માટે ૩ નેતાઓને મોટી જવાબદારી

નવી દિલ્હી તા.૨૮: ભાજપમાં પ્રાદેશિક પ્રમુખોની નિમણૂંક માટે ૩ રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. કિરેન રિજ્જૂ, રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓને મોટી જવાબદારી આપી છે. ભાજપે તાત્કાલિક અસરથી ત્રણ રાજ્યો માટે નેતાઓ પસંદ કર્યા છે. ટૂંક સમયમાં આ રાજ્યોમાં પ્રાદેશિક પ્રમુખોની નિમણૂંક થશે. પરંતુ ગુજરાતમાં કયારે પ્રદેશ પ્રમુખ મળશે તેના હજુ કોઈ સંકેત નથી.
કેન્દ્રીય ભાજપે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પヘમિ બંગાળ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. આ અંગે માહિતી આપતા ભાજપે લખ્યું છે કે, રાજ્ય પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પヘમિ બંગાળ માટે રાજ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂંક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. ભાજપે મહારાષ્ટ્રમાં કિરેન રિજિજુ, ઉત્તરાખંડમાં હર્ષ મલ્હોત્રા અને પヘમિ બંગાળમાં રવિશંકર પ્રસાદની નિમણૂક કરી છે.
ગુજરાતમાં પણ સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આગામી કોણ હશે. કયારે તેની ચૂંટણી યોજાશે તે હજુ નક્કી થયું નથી.(૩૮.૩)

(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
