<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

કુળ આગળ વધારવા માટે મળત દીકરાનું ફ્રીઝ કરેલું સ્‍પર્મ મેળવવા માતાએ બોમ્‍બે હાઈકોર્ટમાં અરજી કરી

ફર્ટિલિટી સેન્‍ટર મમ્‍મીને સ્‍પર્મ સોંપવાની મનાઈ કરે છે. આ બાબતે સુનાવણી કરીને કોર્ટે વચગાળાનો આદેશ આપતાં ફર્ટિલિટી સેન્‍ટરને હાલ પૂરતું આ સ્‍પર્મ ફ્રીઝ કરી રાખવા જણાવ્‍યું છે

મુંબઇ તા.૨૮: એક મમ્‍મીએ પોતાનો દીકરો ગુમાવ્‍યા બાદ કુળ આગળ વધારવા ફર્ટિલિટી સેન્‍ટરમાં સ્‍ટોર કરાયેલું તેનું વીર્ય મેળવવા માટે બૉમ્‍બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ફર્ટિલિટી સેન્‍ટરનો દાવો છે કે તેમના દીકરાએ કન્‍સેન્‍ટ ફૉર્મ ભરતી વખતે નોંધ્‍યું હતું કે જો તેનું મળત્‍યુ થાય તો વીર્યનો નિકાલ કરી દેવો. તેથી ફર્ટિલિટી સેન્‍ટર મમ્‍મીને વીર્ય સોંપવાની મનાઈ કરે છે. આ બાબતે સુનાવણી કરીને કોર્ટે વચગાળાનો આદેશ આપતાં ફર્ટિલિટી સેન્‍ટરને હાલ પૂરતું આ વીર્ય ફ્રીઝ કરી રાખવા જણાવ્‍યું છે.

કેન્‍સરગ્રસ્‍ત યુવાને તેની કીમોથેરપીની સારવાર દરમ્‍યાન વીર્ય ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો. યુવાને ફેબ્રુઆરીમાં જીવ ગુમાવ્‍યો એ સમયે તેનાં લગ્ન થયાં નહોતાં તેમ જ યુવાનની માતાએ કહ્યું હતું કે યુવાને પરિવારની સહમતી વગર જ તેના વીર્યનો નિકાલ કરવાનું જણાવ્‍યું હતું. ૨૫ જૂને કેસની સુનાવણી દરમ્‍યાન કોર્ટે નોંધ્‍યું હતું કે જો ફર્ટિલિટી સેન્‍ટરે કન્‍સેન્‍ટ ફૉર્મના આધારે વીર્યનો નિકાલ કરી દીધો હશે તો આ કેસ નિરર્થક બની જશે. આ કેસની આગામી સુનાવણી ૩૦ જુલાઈએ કરવામાં આવશે.(૩૮.૧૪)

(10:57 AM IST)