News of Saturday, 28th June 2025
કોલકાતા મેડિકલ કોલેજ પછી હવે IIT મદ્રાસમાં પણ શરમજનક ઘટનાઃ અંધારામાં વિદ્યાર્થીની સાથે ગંદુ કૃત્ય
૨૦ વર્ષીય વિદ્યાર્થીની સાથે રાત્રિના અંધારામાં અભદ્ર કૃત્યનો મામલો પ્રકાશમાં આવ્યો

ચેન્નાઈ, તા.૨૮: પヘમિ બંગાળના કોલકાતામાં એક મેડિકલ કોલેજમાં ત્રણ યુવકોએ એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલો હજુ શાંત થયો નથી, તે દરમિયાન IIT મદ્રાસમાંથી એક ઘટના પ્રકાશમાં આવી છે. IIT મદ્રાસ કેમ્પસમાં એક ચોંકાવનારી ઘટનામાં, એક યુવકે એક વિદ્યાર્થિની પર હુમલો કર્યો. વિદ્યાર્થીની સાથે મારપીટ અને જાતીય સતામણીનો આરોપી કેમ્પસમાં કાર્યરત ફૂડ કોર્ટનો કર્મચારી હોવાનું બહાર આવ્યું. પોલીસે જણાવ્યું હતું કે ૨૦ વર્ષીય વિદ્યાર્થીની ગુરુવારે રાત્રે કેમ્પસમાં ઓપન થિયેટર પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે લાકડીથી સજ્જ એક અજાણ્યા શખ્સે તેનો પીછો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તે માણસે તેણીને ધમકાવી અને તેના વાળ ખેંચી નાખ્યા. તેણી પર જાતીય હુમલો પણ કરવામાં આવ્યો હતો. તે પછી છાત્રાએ રાડો પાડતાં શખ્સ ભાગી ગયો હતો.
શુક્રવારે બપોરે IIT મદ્રાસે કોટ્ટુરપુરમ પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની પર થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું અને તપાસ તેજ કરી. સીસીટીવી ફૂટેજ જોયા બાદ, આરોપીની ઓળખ કરવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી. આરોપી રોશન કુમાર (૨૨) છે, જે મુંબઈનો વતની છે.
તે છેલ્લા છ મહિનાથી IIT કેમ્પસમાં એક ફૂડ કોર્ટમાં કામ કરી રહ્યો છે. તેણે ગુરુવારે ખરાબ તબિયતના બહાને ફૂડ કોર્ટમાંથી રજા લીધી હતી અને રાત્રે પરિસરમાં રહીને ગુનો કર્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. (રર.૯)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
