તા. ૨૮ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૩ શનિવાર
News of Saturday, 28th June 2025
અમેરિકામાં આજથી પૂ.મોરારીબાપુની કથાનો પ્રારંભ
વૈદિક ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટયુબ ચેનલમાં લાઇવ પ્રસારણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આર્કાન્સા ખાતે શરૂ થતી મોરારીબાપુની આગામી ૯૫૯મી રામકથા, આર્કાન્સા ખાતે ૨૮ જૂનથી શરૂ થઈ રહી છે. ભારત અને અમેરિકાનાં સમય તફાવતને કારણે તેનું પ્રસારણ એ મુજબ થશે. આમ તો આસ્થા ટીવી વિદેશમાં તેના સ્થાનિક-લોકલ સમય પ્રમાણે પ્રસારણ કરશે. સાથે-સાથે વૈદિક ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટયુબ ચેનલ દ્વારા પણ પ્રસારણ થવા જઈ રહ્યું છે.
જે ભારતીય સમય પ્રમાણે ૨૮-જૂનથી શરૂ થઈ રહેલી કથા પહેલા દિવસે એટલે કે શનિવારે મોડી રાત્રે એટલે કે ૨૯-જૂનની વહેલી સવારે ૨:૩૦થી ૫:૩ર્૦ં ભારતીય શ્રેણી પ્રમાણે,બીજો દિવસ એટલે કે રવિવારે ૨૯-જૂનથી ૬ જુલાઈ સુધી રાત્રે ૮:૩૦થી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા દરમિયાન જીવંત પ્રસારણ થશે.
આસ્થા ટીવી પર આ કથાનું પ્રસારણ ડી-લાઈવ ૨૯-જૂનથી ૭-જુલાઈ દરમિયાન દરરોજ સવારે ૯:૩૦થી ૧:નાં સમયગાળામાં નિહાળી શકાશે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
