તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th June 2025
ગાઝામાં ઇઝરાયેલના બોમ્બ ધડાકામાં બાળકો સહિત ૨૦ પેલેસ્ટિનિયનોના મોત, ઇરાન સાથેના યુદ્ધનું ઇઝરાઇલને નુકસાન ૧૦ અબજ "શેકેલ"

ગાઝા સિટીના પૂર્વમાં આવેલા અલ-તુફ્ફાહ વિસ્તારમાં યાફા સ્ટ્રીટ અને તેની આસપાસ ઇઝરાયેલના બોમ્બ ધડાકામાં તાજેતરના અહેવાલ મુજબ ૨૦ પેલેસ્ટિનિયનો, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઇઝરાયેલે ઇરાન સાથેના ૧૨ દિવસના યુદ્ધમાં થયેલા નુકસાનનો અંદાજ ૧૦ અબજ ઇઝરાયેલી "શેકેલ" (લગભગ ૩ અબજ ડોલર = ૨૪,૯૦૦ કરોડ રૂપિયા) લગાવ્યો છે. આ રકમનો ઉપયોગ મિસાઇલ હુમલાઓથી નુકસાન પામેલી ઇમારતોના સમારકામ અને સ્થાનિક વ્યવસાયોને વળતર આપવા માટે કરવો પડશે.
આ રકમમાં યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને રક્ષણાત્મક સિસ્ટમોને ફરી ભરપાઈ કરવાના ખર્ચનો સમાવેશ થતો નથી, જેનાથી યુદ્ધનો કુલ ખર્ચ વધવાની શક્યતા છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
