તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th June 2025
ભારતીય સેનાએ બતાવી જબરદસ્ત રણનીતિક કુશળતા
ભારત-ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસઃઆ અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત ૯૦ સૈનિક ભાગ લઈ રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૮
ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ-VIII બંને દેશોની સેનાઓ વચ્ચે રણનીતિક સહયોગ અને ઓપરેશનલ લેવલની તાલમેલને વધુ મજબૂત કરી રહ્યા છે. આ અભ્યાસ ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આવેલ કેમ્પ લારજેક, લા કાવાલરીમાં આયોજીત કરાઈ રહ્યો છે. આ અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત ૯૦ સૈનિક ભાગ લઈ રહ્યા છે. અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત ૯૦ સૈનિક ભાગ લઈ રહ્યા છે, જ્યારે ફ્રાન્સ સેના તરફથી ૧૩મી ડેમી-બ્રિગેડ ડે લેજિયન એન્ત્રાજેરે (વિદેશ સેના બ્રિગેડ) ભાગ લઈ રહી છે.
આ સૈન્ય યુદ્ધાભ્યાસ શહેરી અને અર્ધ-વિકસિત વિસ્તારોમાં કરાઈ રહ્યું છે. આ દરમિયાન બંને સેનાઓએ શહેરી યુદ્ધ, બાધા પાર કરવા, સંયુક્ત પેટ્રોલિંગ અને સૈનિકોની તૈનાતી જેવા અનેક મિશન-વિશેષ અભ્યાસ કર્યા. આ તમામ અભ્યાસ વાસ્તવિક યુદ્ધ સ્થિતિઓને અનુરૃપ કરાયા, જેનાથી સૈનિકોની રણનીતિક કુશળતા અને સ્ફૂર્તિમાં સુધારો થયો.
આ દરમિયાન વિશેષજ્ઞ ટીમોએ રેડિયો સિગ્નલ પકડવા, તેને જામ કરવા, સ્પેક્ટ્રમ નિયંત્રણ અને ડ્રોન નિષ્ક્રિય કરવા જેવા આધુનિક ટેક્નિકોનો અભ્યાસ કર્યો. તેનાથી બંને સેનાઓની આધુનિક યુદ્ધક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતાને મજબૂતી મળી.
આ અભ્યાસનું વિશેષ આકર્ષણ રહ્યું ચાર દિવસ એટલે ૯૬ કલાક ચાલનારું હાઇ-ઇન્ટેસિટી ફિલ્ડ ઓપરેશન. જેમાં બંને દેશોની સેનાઓએ એક સાથે મળીને બહુ-પરિમાણીય યુદ્ધ દૃશ્યને અંજામ આપ્યો. આ દરમિયાન સૈનિકોની સહનશક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ કૌશલની પરીક્ષા લેવાઈ.
ભારતના ફ્રાન્સ અને મોનાકોમાં રાજદૂત સંજીવ સિંગલાએ કેમ્પની મુલાકાત લઈને ભારતીય સૈનિકો સાથે મુલાકાત કરી. તેમણે સૈનિકોના પ્રોફેશનલિઝ્મના વખાણ કર્યા અને ભારત-ફ્રાંસ રક્ષા સહયોગમાં તેમના યોગદાનને મહત્ત્વનું ગણાવ્યું. તેમની મુલાકાતે સૈનિકોનું મનોબળ વધાર્યું.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
