તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th June 2025
રેલવેમાં બમ્પર ભરતી: 6 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી: જાણો કોણ કરી શકે અરજી;કેટલો મળશે પગાર?
રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ટેક્નિશિયન ગ્રેડ - I સિગ્નલ અને ટેક્નિશિયન ગ્રેડ -III ભરતી 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી : રેલવેમાં નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ટેક્નિશિયન ગ્રેડ - I સિગ્નલ અને ટેક્નિશિયન ગ્રેડ -III ભરતી 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. લાયક અને ઇચ્છુક ઉમેદવારો RRBની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ છે. અરજી કરવા માગતા ઉમેદવારો આ તારીખ સુધી કે તેની પહેલાં અરજી કરી દે. અરજી ફી ચૂકવણીની અંતિમ તારીખ 30 જુલાઈ છે. અરજી ફોર્મમાં સુધારાની વિન્ડો 1 ઓગસ્ટ સુધી ખુલી રહેશે અને 10 ઓગસ્ટે બંધ થશે.
જગ્યાની વિગતો
આ ભરતી અંતર્ગત 6238 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
ટેક્નિશિયન ગ્રેડ સિગ્નલ - I : 183 જગ્યાઓ
ટેક્નિશિયન ગ્રેડ -III : 6055 જગ્યાઓ
કુલ ખાલી - 6238 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
ટેક્નિશિયન ગ્રેડ-1 (સિગ્નલ): ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.Sc. સંબંધિત વિષયોમાં ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ડિગ્રી પણ માન્ય છે
ટેક્નિશિયન ગ્રેડ-3: ઉમેદવારો ધોરણ 10 પાસ હોવા જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI અથવા એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા
ટેક્નિશિયન ગ્રેડ-I સિગ્નલ પદ માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ, જ્યારે ટેક્નિશિયન ગ્રેડ III પદ માટે ઉમેદવારોની ઉંમર 18-30 વર્ષ વચ્ચે હોવી જોઈએ
ઉંમર મર્યાદા નક્કી કરવાની કટ-ઓફ તારીખ 1 જુલાઈ, 2025 છે. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમ મુજબ વધુમાં વધુ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. સંબંધિત વિષયમાં વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ શકે છે.
અરજી ફી
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ભૂતપૂર્વ સૈનિક, દિવ્યાંગ, મહિલા, ટ્રાન્સજેન્ડર, અલ્પસંખ્યક અથવા આર્થિક રીતે પછાત વર્ગ (EBC) શ્રેણીના ઉમેદવારોને છોડીને અન્ય ઉમેદવારો માટે અરજી ફી 500 રૂપિયા છે. જો તેઓ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) માટે હાજર થાય છે, તો બેંક ફી કાપ્યા પછી 400 રૂપિયા પાછા આપવામાં આવશે
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ભૂતપૂર્વ સૈનિક, દિવ્યાંગ, મહિલા, ટ્રાન્સજેન્ડર, અલ્પસંખ્યક અથવા આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા છે, જે CBT માટે હાજર થવા પર (બેંક ફી કાપ્યા પછી) પાછી આપવામાં આવશે.
પગાર ધોરણ
આ ખાલી જગ્યાઓ માટે અંતે પસંદ થયેલા ઉમેદવારોને પદ પ્રમાણે સેલરી અહીં આપવામાં આવી છે.
ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ - 29,200 રૂપિયા પ્રતિ માસ
ટેક્નિશિયન ગ્રેડ-3 - 19,900 રૂપિયા પ્રતિ માસ
પરીક્ષા પેટર્ન
પરીક્ષાની અવધિ 90 મિનિટ છે જેમાં ઉમેદવારોને 100 પ્રશ્નોના જવાબ આપવા પડશે. દરેક ખોટા જવાબ માટે ⅓ ગુણની નેગેટિવ માર્કિંગ થશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
