તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
પાકિસ્તાનમાં વહેલી સવારે 3:54 વાગ્યે ધરા ધણધણીઃ રિક્ટર સ્કેલ પર 5. 2ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો
ભૂકંપથી ડરીને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયાઃ જાનહાનિના કોઇ સમાચાર નથીઃ ભૂકંપનું કેન્દ્રબિંદુ અક્ષાંશ: 30.25 ઉત્તર, રેખાંશ: 69.82 પૂર્વ પર હતું : ભૂકંપ જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

કરાંચી : પાકિસ્તાનમાં રવિવારે સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 3:54 વાગ્યે આવ્યો હતો. ભૂકંપથી ડરીને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ અક્ષાંશ: 30.25 ઉત્તર, રેખાંશ: 69.82 પૂર્વ પર હતું. આ ભૂકંપ જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપને કારણે જાનહાનિના કોઇ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ પાકિસ્તાનમાં ઘણા ભૂકંપ અનુભવાયા હતા. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકા ક્વેટા, ચમન અને સિબી જેવા શહેરોમાં પણ અનુભવાયા હતા. આ પહેલા પાકિસ્તાનમાં 5 મેના રોજ 4.2 અને 10 મેના રોજ 4.0 ની તીવ્રતાના ભૂકંપ નોંધાયા હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
