તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
પૂર્વ કચ્છ LCBનું મેગા ઓપરેશન : સામખીયારીમાંથી ₹૭૮ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર ઝડપાયું! કુલ ૧.૦૮ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત! : જુઓ વિડીયો
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના હેઠળ PI એન.એન. ચુડાસમાની ટીમે પાડી રેડ : ટેન્કર ડ્રાઈવર રાજસ્થાની બિશ્નોઈ ઝડપાયો : માલ મોકલનાર અને ભરાવનાર ફરાર!

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા. ૨૯ : પૂર્વ-કચ્છ, ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાના ભાગરૂપે આજે એક ગણનાપાત્ર સફળતા મેળવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ, ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી મળેલી સૂચનાના આધારે, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળ LCBની ટીમે સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત બાતમીના આધારે, LCBની ટીમે સામખીયારી બ્રિજ તરફથી મોરબી તરફ જઈ રહેલા ટેન્કર નંબર GJ-૦૬-AZ-૯૨૨૩ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું ટેન્કર આવતા જ તેને ઊભું રખાવી તપાસ કરતા, હાજર મળી આવેલા ઈસમ જગદીશ સ/ઓ દેવારામ ડારા (બિશ્નોઈ) (ઉં.વ. ૪૫, રહે. ગામ ભાટીપ, પોસ્ટ-પમાણા, થાના કરડા, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે ટેન્કરમાં ગેરકાયદેસર દારૂ ભરેલો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ઉપરોક્ત ઈસમને પ્રોહીબિશનના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી અને વોન્ટેડ આરોપીઓની વિગત:
પકડાયેલ આરોપી:
૧. જગદીશ સ/ઓ દેવારામ ડારા (બિશ્નોઈ) (ઉં.વ. ૪૫, રહે. ગામ ભાટીપ, પોસ્ટ-પમાણા, થાના કરડા, તા. રાણીવાડા, જી. ઝાલોર, રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર)
ફરાર/વોન્ટેડ આરોપીઓ:
૧. કાળુ બિશ્નોઈ (રહે. સાંચોર) (માલ ભરાવનાર)
૨. સંજયસિંહ વિજેન્દ્રસિંહ (રહે. ગામ ખુડી, જી. સિકર, રાજસ્થાન) (માલ મોકલનાર)
૩. ધીરસિંહ સુભાષ રેવાડ (રહે. ગામ માડાસી, જી. ઝુંઝનુ, રાજસ્થાન) (માલ મોકલનાર)
કબજે કરાયેલા મુદ્દામાલની વિગત:
આ કાર્યવાહીમાં LCB ટીમે ₹૭૮,૨૫,૨૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ ₹૧,૦૮,૫૦,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
| અ.નં. | મુદ્દામાલની વિગત | સંખ્યા | કિંમત |
|---|---|---|---|
| ૧ | ૭૫૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો | ૩૫૨૮ | ₹૪૫,૮૧,૨૦૦/- |
| ૨ | ૧૮૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો | ૧૧૨૮૦ | ₹૩૧,૪૪,૦૦૦/- |
| કુલ પ્રોહી. મુદ્દામાલ | ૧૪૮૦૮ બોટલો | ₹૭૮,૨૫,૨૦૦/- | |
| ૩ | ટેન્કર વાહન રજી.નં. GJ-૦૬-AZ-૯૨૨૩ | ૧ | ₹૩૦,૦૦,૦૦૦/- |
| ૪ | મોબાઈલ ફોન નંગ-૨ | ૨ | ₹૨૦,૦૦૦/- |
| ૫ | ટેન્કર વાહનમાંથી મળી આવેલ ફાઈલ | ૦ | ₹૦૦/- |
| ૬ | રોકડા રૂપિયા | | ₹૫,૫૦૦/- |
| કુલ મુદ્દામાલ | | | ₹૧,૦૮,૫૦,૭૦૦/- |
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. આ રેડથી કચ્છમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
