<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

પંજાબના ફિરોઝપુરમાં Six ફટકાર્યા બાદ બેટ્સમેનને આવ્યો હાર્ટ એટેક, મેદાન પર ઢળી પડ્યો અને પ્રાણપંખીડુ ઉઠી ગયું

સોશીયલ મીડિયામાં વિડીયો વાયરલ થઇ રહ્યો છેઃ આ સમગ્ર મામલો ફિરોઝપુરના ગુરુહર સહાયનો હોવાનું કહેવાય છે.

નવી દિલ્‍હીઃ પંજાબના ફિરોઝપુરમાં એક ક્રિકેટ મેચ દરમિયાન એક બેટ્સમેનનું મોત થયું. જેનું કારણ હાર્ટ એટેક હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક બેટિંગ કરી રહ્યો છે અને એક બોલ પર સિક્સ પણ ફટકારી રહ્યો છે. પરંતુ આ પછી તે જમીન પર બેસી ગયો. સાથી ખેલાડીઓ કંઈ સમજે ત્યાં સુધીમાં તે યુવાન જમીન પર સૂઈ ગયો.
જોકે, આ પછી મેદાનમાં હાજર અન્ય સાથી ખેલાડીઓ તેની પાસે પહોંચ્યા અને CPR આપ્યું. પરંતુ તેને બચાવી શકાયો નહીં અને તેનું મોત થયું. આ ઘટનાએ અન્ય ખેલાડીઓમાં સનસનાટી મચાવી દીધી. આ સમગ્ર મામલો ફિરોઝપુરના ગુરુહર સહાયનો હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ક્રિકેટ રમતી વખતે ખેલાડી હરજીત સિંહને સિક્સર માર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. હરજીત સિંહ સારી બેટિંગ કરી રહ્યો હતો. આ ઘટના DAV સ્કૂલના ગ્રાઉન્ડમાં બની હતી. આ ઘટનાનો વીડિયો તેની સાથે રમતા અન્ય ખેલાડીઓએ કેમેરામાં કેદ કરી લીધો હતો.

(3:15 PM IST)