<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

કોટદ્વાર અને આસપાસના વિસ્તારોમાં મેઘ તાંડવઃ ભારે તવાહી મચીઃ હાઇવે અને અન્‍ય રસ્‍તા થયા બંધઃ રસ્‍તાઓ પર થાંભલો તૂટ્યા

સવારે ચાર વાગ્યે શરૂ થયેલા વરસાદને કારણે ગુમખાલ-સતપુલી વચ્ચે કુલ્હાડ બંધ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે કાટમાળ પડ્યો છે જેના કારણે હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ.

કોટદ્વાર:  આજે રવિવારે કોટદ્વાર તેમજ આસપાસના પર્વતીય વિસ્તારોમાં વરસાદ એક આફત બની ગયો. સવારે ચાર વાગ્યે શરૂ થયેલા વરસાદને કારણે ગુમખાલ-સતપુલી વચ્ચે કુલ્હાડ બંધ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે કાટમાળ આવ્યો. જેના કારણે હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ.
રવિવારે સવારે 4 વાગ્યાથી કોટદ્વાર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે સવારે 4:30 વાગ્યે ગુમખાલ-સતપુલી વચ્ચે કુલ્હાડ બંધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે કાટમાળ પડ્યો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પહોળો કરવાની કામગીરી કરતી કંપનીઓના જેસીબી અને પોકલેન્ડ મશીનોએ કાટમાળ દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું.

(4:36 PM IST)