<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

મુંબઈની મસ્જિદોમાં હવે મોબાઈલ પર નમાજ: `ઓનલાઇન અઝાન` નામની ઍપને મુસ્લિમ સમુદાયે આવકાર આપ્યો

મુંબઈની છ મસ્જિદોએ મોબાઇલ ફોન ઍપ્લિકેશન પર નોંધણી કરા:વી મોબાઇલ `ઍપ` સ્થાનિક મસ્જિદોથી સીધા નમાઝીઓને અઝાન પહોંચાડવામાં મદદ કરે છે

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ખાસ કરીને મસ્જિદ ખાતે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ, મુંબઈની છ મસ્જિદોએ મોબાઇલ ફોન ઍપ્લિકેશન પર નોંધણી કરાવી છે. આ મોબાઇલ ઍપ્લિકેશન મુસ્લિમ સમુદાયના લોકોને `અઝાન` ક્યારે ચાલુ થાય છે તેની માહિતી આપે છે. `ઓનલાઇન અઝાન` નામની આ ઍપ્લિકેશન તમિલનાડુની એક કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. માહિમ જુમા મસ્જિદના મુતવલ્લી, ફહાદ ખલીલ પઠાણે આ ઍપ્લિકેશન વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે નમાઝ માટે લાઉડસ્પીકરના ઉપયોગ સંબંધિત પ્રતિબંધો અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, મોબાઇલ `ઍપ` સ્થાનિક મસ્જિદોથી સીધા નમાઝીઓને અઝાન પહોંચાડવામાં મદદ કરે છે.
ફહાદ પઠાણે કહ્યું કે રમઝાન દરમિયાન અને જાહેર પ્રતિબંધો હોય તેવા સમયે, આ ઍપ્લિકેશન વપરાશકર્તાઓને ઘરે અઝાન સાંભળવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે લાઉડસ્પીકરના ઉપયોગ પર પોલીસની કડકતા પછી આ પહેલ કરવામાં આવી છે. પોલીસે જુમા મસ્જિદની મુલાકાત લીધી હતી અને ચેતવણી આપી હતી કે લાઉડસ્પીકરના ઉપયોગ પર કાર્યવાહી કરી શકાય છે. આ કારણે, મસ્જિદે અસ્થાયી રૂપે લાઉડસ્પીકર બંધ કરી દીધું છે.

ફહાદે કહ્યું કે માહિમ વિસ્તારની જુમા મસ્જિદે અઝાનની પરંપરા ચાલુ રાખવા માટે આ ઍપ અપનાવી છે. તેમણે કહ્યું કે આ ખાસ કરીને વૃદ્ધો અને નજીક (મસ્જિદ) રહેતા લોકો માટે કરવામાં આવ્યું છે.

 

આ ઍપ તમિલનાડુના તિરુનેલવેલીના આઇટી પ્રોફેશનલ્સની ટીમના ટૅકનિકલ સપોર્ટથી વિકસાવવામાં આવી છે અને હવે તે `એન્ડ્રોઇડ` ડિવાઇસ અને આઇફોન પર ઉપલબ્ધ છે. આ ઍપ મસ્જિદમાંથી અઝાન આપવામાં આવે ત્યારે જ મોબાઇલ ફોન દ્વારા અઝાનના લાઇવ પ્રસારણનો ઓડિયો ઓપરેટ કરે છે. પઠાણે કહ્યું કે જે નમાઝીઓ લાઉડસ્પીકર પર પ્રતિબંધને કારણે અઝાન સાંભળી શકતા નથી તેઓ હવે આ ઍપ દ્વારા નિર્ધારિત સમયે તે સાંભળી શકે છે.

 

આ પહેલની પ્રશંસા કરતા નમાઝીઓએ કહ્યું કે લાઉડસ્પીકર બંધ હોય ત્યારે પણ તેઓ હવે તેમના મોબાઇલ ફોન દ્વારા તેમની નજીકની મસ્જિદની અઝાન સાંભળી શકે છે. પઠાણે કહ્યું કે અમે સંઘર્ષને બદલે નવીનતા પસંદ કરી. હવે મુસ્લિમ સમુદાયના લોકો અઝાનના સમય સાથે જોડાયેલા રહી શકે છે. છેલ્લા ત્રણ દિવસમાં જ, અમારી મસ્જિદની આસપાસ રહેતા 500 લોકોએ ઍપ પર નોંધણી કરાવી છે. મુંબઈમાં કુલ છ મસ્જિદોએ ઍપ પર નોંધણી કરાવી છે

 

(11:07 PM IST)