News of Monday, 30th June 2025
માત્ર ૧૫ રૂપિયામાં ૭ પૂરી અને શાકઃ ભારતીય રેલવેના જનતા ખાનાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે

નવી દિલ્હી તા.૩૦: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ગયા વર્ષે ભારતીય રેલવે સાથે મળીને મુસાફરો, ખાસ કરીને જનરલ કોચમાં મુસાફરી કરનારાઓ માટે સસ્તું અને સ્વચ્છ ભોજન પૂરું પાડવા માટે એક યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ૧૫ રૂપિયામાં ‘જનતા ખાના' મળે છે, જેમાં ૭ પૂરી, શાક અને અથાણું હોય છે. આ ઉપરાંત ૨૦ રૂપિયામાં આ જ જમવાનું ૩૦૦ મિલીલીટર પાણીની બોટલ સાથે પણ ઉપલબ્ધ છે.
ત્યારે હાલ ભારતીય રેલવેના ૧૫ રૂપિયાવાળા ‘જનતા ખાના'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને તેને ૮ લાખથી વધારે લોકો જોઈ ચૂકયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ પહેલની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ આની ક્વોલિટી પર સવાલ પણ ઉઠાવ્યા છે. (૩૮.૩)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
