<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

બન્ની નસલની ‘લાડકી' ભેંસનો ૧૪.૧ લાખમાં ‘વિક્રમી સોદો!

સોના કરતાં પણ મોંઘી કચ્‍છની બન્ની નસલની ભેંસઃગુજરાતમાં ભેંસ વેચાણનો એક નવો વિક્રમ

 

મુંબઈ,તા.૩૦: ગુજરાતનો કચ્‍છ જિલ્લો ભૌગોલિક, સાંસ્‍કળતિક રીતે જ નહીં પણ પશુધનની રીતે પણ મહામૂલો પ્રદેશ છે. કચ્‍છમાં એક ભેંસની કિંમત લાખોમાં અંકાઈ છે. કચ્‍છ જિલ્લાના લખપત તાલુકાના સાનધ્રો ગામનો પશુપાલક પોતાની બન્ની નસલની ભેંસ વેચીને માલામાલ થઈ ગયો છે. આ ભેંસને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ રૂ.૧૪.૧ લાખમાં ખરીદી છે, જે ગુજરાતમાં ભેંસ વેચાણનો એક નવો વિક્રમ છે. સામાન્‍ય રીતે કચ્‍છમાં ૫ થી ૭ લાખ સુધીના સોદા થતા હોય છે, ત્‍યારે આ સોદાએ સૌને ચોંકાવી દીધા છે.

આ બન્ની નસલની ભેંસની વિશેષતાની વાત કરીએ તો, તે દૈનિક ૨૭ લીટર દૂધ આપે છે. તેનો રંગ એકસરખો કાળો છે, જ્‍યારે શીંગડા ચુડકંઢી (કડક) છે, જે બન્ની નસલની ભેંસોમાં ખૂબ આકર્ષક દેખાય છે.

તરણેતર સહિતના મેળાઓમાં પશુ હરીફાઈમાં બન્ની ભેંસ વિજેતા બનતી હોય છે. આ રેકોર્ડબ્રેક કિંમતે વેચાયેલી ભેંસનું નામ ‘લાડકી' છે.(૪૦.૨)

(10:22 AM IST)