News of Monday, 30th June 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૭૯
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૭૯:‘‘અનુભવ કરોઃ મારા વિચાર, હું-પણું, આંતરિક ઇન્દ્રિયો-પોતે''
આ બહુ જ સરળ અને ઘણી સુંદર વિધિ છે.
આપણે આપણી બાહ્ય ઇન્દ્રિયોને જાણીએ છીએ. હાથથી હું તમને અડકું છું, આંખથી જોવું છું, આ બાહ્ય ઇન્દ્રિયો છે. આંતરિક ઇન્દ્રિયો એ જેનામાં હું પોતાના હોવાને, પોતાના અસ્તિત્વને અનુભવ કરૂ છું બાહ્ય ઇન્દ્રિયો બીજાઓ માટે છે. હું બાહ્ય ઇન્દ્રિયો દ્વારા તમારા બાબત જાણું છું ? પરંતુ હું પોતાના બારામાં કેવી રીતે જાણું છું? હું છું એ પણ હું કેવી રીતે જાણું છું મને મારા હોવાનો અનુભવ, હોવાની પ્રતીતિ, હોવાનો અહેસાસ કોણ આપે છે? એના માટે આંતરિક ઇન્દ્રિયો છે. જયારે વિચાર અટકી જાય છે અને જયારે હું-પણું નથી બચતું તો એ શુધ્ધતામાં, એ સ્વચ્છતામાં, એ સ્પષ્ટતામાં તમે આંતરિક ઇન્દ્રિયોને જોઇ શકો છો. ચૈતન્ય પ્રતિભા, મેઘા, એ આંતરિક ઇન્દ્રિયો છે એમના દ્વારા આપણને હોવાનો, પોતાના અસ્તિત્વનો બોધ થાય છે. આ જ કારણ છે કે તમે પોતાની આંખો બંધ કરી દો તો તમે પોતાના શરીરને ભૂલી જાવ છો પરંતુ તમારો એ ભાવ કે હું છું એ બનેલો રહેશે.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
