<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

મુંબઇના ઘાટકોપર જૈન મોટા સંઘમાં ચૂંટણી યોજાઇ

નવા ટ્રસ્‍ટી અને કારોબારી કમિટી માટે મતદાન થયુ

 

 

રાજકોટ : શ્રી વર્ધમાન સ્‍થાનકવાસી જૈન શ્રાવક સંઘ હિંગવાલા લેન, ઘાટકોપરની ગઇકાલે ચૂટણી યોજાયેલ. જેમાં ટ્રસ્‍ટી મંડળમાં સર્વ અનિલભાઇ, જે. ભાયાણી, અનિલભાઇ એન. સુતરીયા, બીપીનભાઇ જી. સંધવી, વિનોદભાઇ એન. લાખાણી, મુકેશ ભાઇ સી. કામદાર તેમજ કમિટીમાં છાયાબેન કોટીચા, દર્શકભાઇ રૂપાણી, મનસુખભાઇ કોઠારી, રીટાબેન કે. કોઠારી, રેખાબેન આર. શેઠ, નીતિભાઇ જે. બદાણી, પ્રવરભાઇ આર. કોટીચા, ઉર્વિશભાઇ આર. વોરા, તુષારભાઇ એચ. મહેતા, ભરતભાઇ જે. જસાણી, મુકેશભાઇ વી. મહેતા, અલકેશ જે. દોમડીયા, અનૂર્વ એમ. કામદાર,  ડો. કુલીન આર. શાહ, અમિત જી. શાહ ડો. નરેશ સી. સંઘવી ચૂંટાઇ આવ્‍યા હતા.

ટ્રસ્‍ટીમાં અનિલભાઇ જમનાદાસ ભાયાણીને અને કાોરબારી કમિટીમાં છાયાબેન પ્રવરભાઇ કોટીચાને સૌથી વધુ મત મળ્‍યા હતા.

ચૂંટણી કમિશનર તરીકે ડો. સંજય એમ. સંઘવી, હરેશ વી. ગાંધી, અનિલ બિલખીયા, રજનીકાંત શાહે સંચાલન કરેલ.

(1:22 PM IST)