News of Monday, 30th June 2025
સોનામાં પુનઃ તેજીઃ પ૦૦ રૂા. વધ્યા
સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૯૯,૧૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્થિર

રાજકોટ, તા., ૩૦: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે સીઝફાયર થયા બાદ સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી અને ૧૦ ગ્રામે પ૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં પ૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૮,૬૦૦ રૂા. હતા તે વધીને આજે ૯૯,૧૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાના બિસ્કીટમાં પ૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્કીટ ૧૦૦ ગ્રામનો ભાવ ૯,૮૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૯૧,૦૦૦ રૂા. થયા હતા. ચાંદીના ભાવમાં બપોર સુધીમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦૮,પ૦૦ રૂા.ની સપાટીએ ભાવ સ્થિર હતા. (૪.૩૧)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
