<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ઓપરેશન સિંદૂરથી ડરી ગયેલો મસૂદ અઝહર પાકિસ્‍તાન છોડીને ભાગી ગયો : અફઘાનિસ્‍તાનમાં અડ્ડો જમાવ્‍યો

ગુપ્તચર અહેવાલો મુજબ હવે તાલિબાનના રક્ષણ હેઠળ આતંકવાદી છાવણીમાં છુપાયેલો છે : તાલિબાન સાથે જૂની ‘મિત્રતા' ફરી કામમાં આવી

ઇસ્‍લામાબાદ, તા.૩૦:  એ જ મસૂદ અઝહર જે ‘શહીદ'ના નામે લોકોને મરવા માટે મોકલતો હતો તે હવે મળત્‍યુના ડરથી ભાગી રહ્યો છે. જૈશ-એ-મોહમ્‍મદનો કમાન્‍ડર જે એક સમયે પાકિસ્‍તાનમાં બેસીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડતો હતો તે આજે તેના ભાઈ મૌલાના તલ્‍હા આસિફ સાથે અફઘાનિસ્‍તાનમાં છુપાયેલો છે. તેનું સૌથી મોટું કારણ ઓપરેશન સિંદૂર છે. આતંકવાદ વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવી રહેલા આ મોટા પ્રતિ-અભિયાને આતંકવાદીઓના હોશ ઉડાડી દીધા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, મસૂદ અઝહરને ડર છે કે ભારતીય એજન્‍સીઓ ફરી એકવાર આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો કરી શકે છે. આવી સ્‍થિતિમાં, તે પણ તેના માર્યા ગયેલા સંબંધીઓની જેમ ‘સિંદૂર' ની આગમાં બળી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અઝહર હાલમાં અફઘાનિસ્‍તાનના ખોસ્‍ત -ાંતના ગુરબુઝ જિલ્લામાં લશ્‍કર-એ-તૈયબાના તાલીમ શિબિરમાં છુપાયેલો છે. ગંભીર હૃદય રોગથી પીડાતા અઝહરને કરાચી જવું પડે છે, જ્‍યાંથી તે ગુપ્ત રીતે દવાઓ લે છે. તેની હાલત એવી છે કે ડૉક્‍ટરે તેને બોલવાની પણ મનાઈ કરી દીધી છે. ઓપરેશન સિંદૂરમાં અઝહરના પરિવારના ઘણા સભ્‍યો મળત્‍યુ પામ્‍યા હતા. આ દરમિયાન, તે તેના નાના ભાઈ મૌલાના તલ્‍હાને પણ અફઘાનિસ્‍તાન લઈ ગયો છે અને તેને આતંકવાદી શિબિરોની દેખરેખની જવાબદારી સોંપી છે. પાકિસ્‍તાન સારી રીતે જાણે છે કે ભારત હવે ઁચેતવણીઁ નહીં પણ સીધી કાર્યવાહી કરે છે. આ ડર હવે મસૂદ અઝહર જેવા ભયાનક આતંકવાદીઓને શાંતિથી સૂવા નથી આપી રહ્યો.

જોકે અફઘાન તાલિબાન સરકાર ખુલ્લેઆમ કહે છે કે તે કોઈપણ આતંકવાદી સંગઠનને આશ્રય આપતી નથી, પરંતુ વાસ્‍તવિકતા એ છે કે ઘણા તાલિબાન કમાન્‍ડર જૂના સંબંધોને કારણે અઝહર જેવા આતંકવાદીઓને આશ્રય આપી રહ્યા છે. તેવી જ રીતે, કાશ્‍મીરમાં અલ કાયદાની શાખા લશ્‍કર-એ-ગઝવત-ઉલ-હિંદનું મોટું નામ ડૉ. અબ્‍દુલ રઉફ પણ હવે અફઘાનિસ્‍તાનના કુનાર પ્રાંતમાં છુપાયેલું છે. તેણે ત્‍યાં એક આતંકવાદી તાલીમ કેન્‍દ્રમાં પોતાનું સ્‍થાન બનાવ્‍યું છે.

ભારતીય ગુપ્તચર એજન્‍સીઓની ‘ઓપરેશન સિંદૂર' જેવી વ્‍યૂહરચનાઓએ આતંકવાદના તે ઠેકાણાઓને સીધા નિશાન બનાવ્‍યા છે, જેને પહેલા કોઈ સ્‍પર્શ પણ કરી શકતું ન હતું. તેથી જ હવે તે આતંકવાદી નેતા જે એક સમયે માઈક પર ઊભા રહીને ‘૭૨ હુરીઓ' વિશે વાત કરતો હતો, તે આજે ડરથી એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ દોડી રહ્યો છે. જેમને એક સમયે ‘શહીદ' માટે મોકલવામાં આવ્‍યા હતા, હવે તે જ ગેંગ લીડર પોતે પોતાનો જીવ બચાવવા માટે ઘરે-ઘરે ભટકતો રહે છે.

(4:00 PM IST)