News of Monday, 30th June 2025
કેદારનાથ દર્શને જતા યુવકોને અકસ્માત :કાર બ્રિજ નીચે ખાબકી :ચાર ગુજરાતીઓના ઘટના સ્થળે મોત
યુપીના મુઝફ્ફરનગરમાં ઇનોવા કાર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર બ્રિજ નીચે ખાબકી

યુપીના મુઝફ્ફરનગરમાં ઇનોવા કાર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર બ્રિજ નીચે ખાબકી હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 5માંથી 4 ગુજરાતીના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેદારનાથ દર્શને જતા યુવકોને અકસ્માત નડ્યો હતો. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર બ્રિજ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા. એક વ્યક્તિની સારવાર હજુ પણ ચાલુ છે.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી ગુમખ્વાર અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં સોમવારે પાણીપત ખાટીમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક હાઇ સ્પીડ ઇનોવા કાર કાબુ બહાર થઈ ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ અકસ્માતને કારણે રસ્તા પર ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર પર ગુજરાતી ભાષામાં ભાજપનો ઝંડો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ, ઘાયલોને સારવાર માટે દાખલ કર્યા અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.
મુઝફ્ફરનગરના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી ઇનોવા કારમાં 5 મિત્રો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા હતા. એક વ્યક્તિની સારવાર હજુ ચાલુ છે. પોલીસે મૃતકોની ઓળખ અમિત, ભરત, કર્ણ અને વિપુલ તરીકે કરી છે. જીગર નામના યુવકની સારવાર હજુ ચાલુ છે. મૃતક યુવકો ગાંધીનગરના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પાંચ મિત્રો ગુજરાતથી કેદારનાથના દર્શન માટે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તેમની કાર પરથી કાબૂ ગુમાવ્યો અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ અકસ્માત બાદ પોલીસે મૃતકોના મૃતદેહ કબજે કર્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
