News of Tuesday, 1st July 2025
આજથી ટ્રેન ભાડામાં વધારોઃ કઈ શ્રેણીમાં કેટલો વધારો ?
જો તમે મેલ/એક્સપ્રેસ અથવા એસી ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરો છો, તો આજથી એટલે કે ૧ જુલાઈ, ૨૦૨૫ થી તમારે થોડું વધારે ભાડું ભોગવવું પડશે

નવી દિલ્હી તા.૧: જો તમે મેલ/એક્સપ્રેસ અથવા એસી ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરો છો, તો આજથી એટલે કે ૧ જુલાઈ, ૨૦૨૫ થી તમારે થોડું વધારે ભાડું ભોગવવું પડશે. પરંતુ દરરોજ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે કોઈ ફેરફાર થશે નહીં.
રેલવેએ ૧ જુલાઈથી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં નોન-એસી ક્લાસના ભાડામાં ૧ પૈસા અને તમામ એસી ક્લાસના ભાડામાં ૨ પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કર્યો છે.
દૈનિક મુસાફરોના હિતમાં, ઉપનગરીય ટ્રેનો અને માસિક સીઝન ટિકિટના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય સેકન્ડ ક્લાસના ભાડામાં ૫૦૦ કિમી સુધી વધારો કરવામાં આવ્યો નથી અને તેનાથી વધુ અંતર માટે, ટિકિટના ભાવમાં પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ૧ જુલાઈથી સામાન્ય સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ ક્લાસના મુસાફરોએ પણ પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધુ ચૂકવવા પડશે.
વંદે ભારત ટ્રેનઃ આ ટ્રેનો પર પણ ભાડા લાગુ પડશે
રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાજધાની, શતાબ્દી, દુરંતો, વંદે ભારત, તેજસ, હમસફર, અમળત ભારત, મહામના, ગતિમાન, અંત્યોદય, જન શતાબ્દી, યુવા એક્સપ્રેસ, એસી વિસ્ટાડોમ કોચ, અનુભૂતિ કોચ અને અનુભૂતિ સેવાઓ જેવી પ્રીમિયર અને વિશેષ ટ્રેન સેવાઓ પર પણ લાગુ થશે.
આનુષંગિક ખર્ચમાં કોઈ ફેરફાર નથી
મંત્રાલયના જણાવ્યા અનુસાર, સુધારેલ ભાડું ૧ જુલાઈના રોજ અથવા તે પછી બુક કરાયેલી ટિકિટો પર લાગુ થશે. આ તારીખ પહેલા મંત્રાલયના જણાવ્યા અનુસાર,રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ અને અન્ય ચાર્જમાં કોઈ ફેરફાર થયો નથી. તેવી જ રીતે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી લાગુ નિયમો અનુસાર વસૂલવામાં આવશે
૧ જુલાઈથી રેલ્વેમાં તત્કાલ ટિકિટ બુક કરવાના નિયમો પણ બદલાઈ ગયા છે. તત્કાલ ટિકિટ ફક્ત તે મુસાફરોને જ ઉપલબ્ધ થશે જેમનું આઇઆરસીટીસી એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલ છે. જુલાઈના મધ્યભાગથી, ઓટીપી આધારિત પ્રમાણીકરણ ફરજિયાત બનશે, જે આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર આવશે. તત્કાલ બુકિંગ શરૂ થયા પછી રેલવે એજન્ટો પ્રથમ ૩૦ મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
