News of Tuesday, 1st July 2025
સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણયઃ સ્ટાફની નિમણુંકમાં એસસી અને એસટી અનામત લાગુ
૨૩ જૂનથી અમલઃ સુપ્રિમ કોર્ટે સ્ટાફને પરિપત્ર દ્વારા મોડલ રિઝર્વેશનની રોસ્ટરની જાણ કરી

નવી દિલ્હી તા. ૧ : સુપ્રીમ કોર્ટે તેના સ્ટાફની નિમણૂંકોમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત લાગુ કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કર્મચારીઓને તાજેતરમાં એક પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે મોડેલ રિઝર્વેશન રોસ્ટર ૨૩ જૂન, ૨૦૨૫ થી અમલમાં મૂકવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આ નીતિ, જે આ પ્રકારની પ્રથમ પહેલ છે, તે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) બી.આર. ગવાઈના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવી છે, જેઓ અનુસૂચિત જાતિ સમુદાયના બીજા ઘ્થ્ત્ પણ છે.
સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર દ્વારા ૨૪ જૂનના રોજ જારી કરવામાં આવેલા સત્તાવાર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કેઃ
ૅસક્ષમ સત્તાધિકારીના નિર્દેશો મુજબ, સંબંધિત તમામની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે મોડેલ રિઝર્વેશન રોસ્ટર અને રજિસ્ટર સુપનેટ પર અપલોડ કરવામાં આવ્યું છે અને તે ૨૩.૦૬.૨૦૨૫ થી અમલમાં મૂકવામાં આવ્યું છે. વધુમાં, એ પણ જણાવવામાં આવે છે કે રોસ્ટર અથવા રજિસ્ટરમાં ભૂલો અથવા અચોક્કસતા અંગે કોઈપણ કર્મચારી સભ્ય દ્વારા વાંધા/રજૂઆતો ઉઠાવવામાં આવે તો, તેઓ રજિસ્ટ્રાર (ભરતી) ને તેની જાણ કરી શકે છે. મોડેલ રોસ્ટરમાં સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ જુનિયર પ્રોગ્રામર, જુનિયર કોર્ટ અટેન્ડન્ટ, ચેમ્બર અટેન્ડન્ટ (R), સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ સહિત વિવિધ હોદ્દાઓ માટે અનામત શ્રેણીઓ માટેની સીધી ભરતી નીતિની વિગતો આપવામાં આવી છે.
આ નીતિ મુજબ, SC શ્રેણીને રોજગારની જગ્યાઓમાં ૧૫્રુ અને ST શ્રેણીને ૭.૫ ટકા હિસ્સો મળશે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
