<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દાદાગીરી: ટ્રમ્પે રશિયાને યુક્રેન યુદ્ધ રોકવા ખુલ્લી ધમકી આપી: નહીં માનો તો ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે સીધી ધમકી આપી છે, નહીં તો "ગંભીર પરિણામો" જેવા કે ટેરિફ અને પ્રતિબંધોનો સામનો કરવો પડશે. : આવતીકાલે ૧૫ ઓગસ્ટે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથેની અલાસ્કા ખાતે મુલાકાત પહેલા કેનેડી સેન્ટર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ ચીમકી આપેલ. : ટ્રમ્પે જણાવ્યું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીને સામેલ કરીને બીજી બેઠકનું આયોજન કરવા માગે છે, જો પહેલી મુલાકાત સફળ રહે તો ટૂંક સમયમાં આ બીજી બેઠક યોજાશે.9:35 AM IST

હાલો માનવીયુ મેળે...સાંજથી રંગારંગ પ્રારંભ : રાજકોટના રેસકોર્ષ મેદાન ઉપર સાંજે પ વાગ્‍યે રાઘવજીભાઇના હસ્‍તે ઉદઘાટન : ર કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમો : પાંચ દિ'માં ૧પ લાખ લોકો ઉમટી પડવાનો અંદાજ : રમકડા-ખાણીપીણી-ફજત ફાળકા-મોતના કુવા-ઝુલામાં લોકો મોજની મજા માણશે : તા.૧૮ મી સુધી મેળો : જડબેસલાક સુરક્ષા વ્‍યવસ્‍થા, હેન્‍ડીક્રાફટના સ્‍ટોલ-ખીચુ-લાઇવ ઢોકળા સહિતની ખાણીપીણી જમાવટ કરશેઃ ચાર કન્‍ટ્રોલરૂમ : ૧૦૦ થી વધુ સ્‍ટાફ ફરજ ઉપર : વિજ ટીમો ઉતારાઇઃ સંસ્‍થાના ૧ર સ્‍ટોલ, ૧૭ સ્‍થળે પાર્કીંગ : મેળા ફરતે ૮ રસ્‍તા અંગે જાહેરનામા : લાલાના જન્‍મ દિનને વધાવવા સૌરાષ્‍ટ્ર ગોકુળીયું બન્‍યું2:16 PM IST

સુમિતને જસદણ રૂપિયા લેવા આવવાની જગદીશે ના કહી પોતે રાજકોટ દેવા આવે છે એવું કહ્યું પછી લૂંટનું તૂત રચ્‍યું : પોતાના શેઠ જસદણની પટેલ મહેન્‍દ્ર અરવિંદ આંગડિયાવાળા મેહુલ રાઠોડ પાસેથી રકમ લઇ તેના રાજકોટ રહેતાં મિત્ર સુમિત પટેલને આપવાના હતાં: સુમિતના આ રૂપિયા ખાઇ જવાનો જગદિશનો પહેલેથી જ પ્‍લાન હતો! : ત્રંબા પાસે થયેલી ૩૪.૪૪ લાખની લૂંટમાં ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલ્‍યોઃ મુળ મહેસાણાનો અને હાલ ઢસા રહેતો જસદણનો આંગડિયા કર્મી જગદીશે રકમ ખાઇ જવા કાવત્રુ ઘડયું હતું: જગદીશ સાથે અન્‍ય કોઇની સંડોવણીની પણ શંકાએ તપાસનો ધમધમાટ : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમે ભેદ ઉકેલ્‍યો2:29 PM IST

સ્‍વાતંત્ર્ય-સ્‍મારક તો તેનું, છગન ખેરાજ વર્માનું યે હોવું જોઈએ, પોરબંદરમાં! : આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે આપણે આવા વીર શહીદોને યાદ કરવા જરૂરી છેઃ છગન ખેરાજ વર્માનું બલિદાન કોઈ પણ રીતે ઓછું નથી. પોરબંદર જેવા પવિત્ર સ્‍થળે તેમનું સ્‍મારક ઊભું કરવું એ તેમના પ્રત્‍યે સાચી શ્રદ્ધાંજાલિ ગણાશેઃ ૧૫મી ઓગસ્‍ટની ઉજવણી આ મહાન ક્રાંતિકારીના સ્‍મરણ અને સન્‍માનનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છેઃ ઝવેરચંદ મેઘાણીના શબ્‍દોને યાદ કરીને, કદિ સ્‍વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને યે સ્‍મરી લેજો, જરી પળ એક નાની, આશા રાખીએ કે રાજ્‍ય સરકાર છગન ખેરાજ વર્માના બલિદાનને યોગ્‍ય સન્‍માન આપે11:33 AM IST