<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સુપ્રીમ કોર્ટે સ્‍પીડના શોખીનો અને બેદરકારીથી વાહન ચલાવનારાઓ માટે મોટો નિર્ણય આપ્‍યો

પોતાની ભૂલથી રસ્‍તા પર મૃત્‍યુ પામેલા લોકો માટે વીમા કંપનીઓ ચૂકવણી કરવા બંધાયેલી નથી

 

નવી દિલ્‍હી તા.૩: સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સ્‍ટંટ કરતી વખતે પોતાની ભૂલને કારણે જીવ ગુમાવનારાઓને વીમા કંપની વળતર ચૂકવવા માટે બંધાયેલી નથી. કોર્ટે એક વ્‍યક્‍તિના મળત્‍યુ પછી કોર્ટનો સંપર્ક કરનાર વ્‍યક્‍તિના માતા-પિતાને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.

૧૮ જૂન, ૨૦૧૪ ના રોજ, એનએસ રવિશ નામની વ્‍યકિત મલ્લાસાંડ્રા ગામથી અરાસિકકેરે જઈ રહેલી ફિયાટ લાઇનિયામાં મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે તેના પિતા, બહેન અને બાળકો કારમાં બેઠા હતા. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, રવિશ બેદરકારીથી, વધુ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને ટ્રાફિક નિયમો તોડી રહ્યો હતો, પરંતુ તે પછી તેણે મલનહલ્લી નજીક કાર પરનો કાબુ ગુમાવ્‍યો. મુસાફરી દરમિયાન વાહન રસ્‍તા પર પલટી ગયું.

તે અકસ્‍માતમાં રવિશનું મળત્‍યુ થયું. તેમની પત્‍ની, પુત્ર અને માતા-પિતા ૮૦ લાખ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યા હતા. પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને દાવો કર્યો કે રવિશના બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે અકસ્‍માત થયો હતો. મોટર અકસ્‍માત ટ્રિબ્‍યુનલે તેમનો દાવો ફગાવી દીધો હતો.

બાદમાં તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી અને દાવો કર્યો કે ટાયર ફાટવાને કારણે અકસ્‍માત થયો હતો. કોર્ટે કહ્યું, જ્‍યારે મળતકના કાનૂની પ્રતિનિધિ વતી દાવો કરવામાં આવે છે, ત્‍યારે એ સાબિત કરવું જરૂરી છે કે મળતક પોતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા માટે જવાબદાર ન હતો. વીમા કંપની કાયદેસર લાભાર્થીઓને ચુકવણી કરી શકે તે માટે મળતક પોલિસીમાં આવરી લેવામાં આવ્‍યો છે તે સાબિત કરવું પણ જરૂરી છે.

જસ્‍ટિસ પીએસ નરસિંહા અને જસ્‍ટિસ આર મહાદેવન અરજીની સુનાવણી કરી રહ્યા હતા. તેમણે જીવ ગુમાવનાર વ્‍યક્‍તિના પરિવારને રાહત આપી ન હતી. બેન્‍ચે કહ્યું કે જો કોઈ બાહ્ય કારણ વગર જીવ ગુમાવનાર વ્‍યક્‍તિની ભૂલને કારણે અકસ્‍માત થયો હોય તો પરિવાર વીમા કંપની પાસેથી ચુકવણીની માંગ કરી શકતો નથી.(૩૮.૭)

(9:48 AM IST)