News of Thursday, 3rd July 2025
કરદાતાઓને ફેસલેસ એસેસમેન્ટ વખતે ઇન્કમટેક્સ ઓફિસરો ખોટા સવાલ ન કરેઃ સીબીડીટી
પ્રિન્સિપલ ચીફ કમિશનરોને સીબીડીટી દ્વારા સૂચના અપાઈ

નવી દિલ્હી,તા.૦૩: ઇન્કમટેક્સ વિભાગમાં કરપ્શન અટકાવવા માટે સરકાર દ્વારા ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે પણ એસેસમેન્ટ કરી રહેલા અધિકારીઓ કરદાતાને વિસંગત સવાલો પૂછીને પરેશાન કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ(સીબીડીટી)એ દેશના તમામ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇનકમટેક્સને ખાસ આદેશ કર્યો છે કે કરદાતાઓને વિસંગત સવાલો પૂછીને પરેશાન કરવા નહીં. એસેસમેન્ટ કરી રહેલા અધિકારીની કામગીરીની સતત સમીક્ષા કરવા માટે સિનિયર ઓફિસરોને તાકીદ કરવામાં આવી છે.
ઇન્કમટેક્સ વિભાગમાં કરદાતાઓના આઇટી રિટર્નનું એસેસમેન્ટ કરી રહેલા અધિકારીઓ કરદાતાઓને કચેરીમાં બોલાવી તેમની પાસેથી બિનજરૂરી ડોકયુમેન્ટસ અને વિગતો માંગી પરેશાન કરતા હતા. સાથે સાથે કરપ્શનની પણ વ્યાપક ફરિયાદો ઊઠી હતી. આ દૂષણ દૂર કરવા માટે સરકારે ફેસલેસ એસેસમેન્ટનો અમલ શરૂ કરી દીધો છે. જેમાં કરદાતાનું એસેસમેન્ટ દેશના કોઇપણ શહેરના અધિકારી કરતા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે સીબીડીટીએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કોસ્ટ ઇન્પ્લેક્શન ઇન્ડેક્સ(સીઆઇઆઇ) ૩૭૬ જાહેર કર્યો છે. વર્ષ ૨૦૨૪-૨૫નો સીઆઇઆઇ ૩૬૩ હતો. જેની તુલનામાં ચાલુ વર્ષનો સીઆઇઆઇ ૩.૫૮ ટકા વધારે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
