<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બાલી નજીક ૬૫ લોકોને લઈ જતી ફેરી પલટીઃ બે લોકોના મોત

મૃત્‍યુઆંક વધવાની શકયતા

બાલી તા.૩: ઇન્‍ડોનેશિયામાં ૬૫ લોકોને લઈ જતી એક ફેરી (મધ્‍યમ કદની હોડી) ડૂબી ગઈ છે. અને આ ફેરી ડૂબવાથી બે લોકોના મોત થયા. મળત્‍યુઆંક વધવાની આશંકા છે. ત્‍યારે એક તરફ બચાવ કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

રાહત અને બચાવ કામગીરી ચલાવતી ટીમ સાથે હાજર રહેલા બાન્‍યુવાંગી પોલીસ વડા રામા સમતામા પુત્રાએ જણાવ્‍યું હતું કે ૨૦ લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે. કલાકો સુધી ભારે પાણીમાં તરતા રહેવાને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. બચાવ ટીમે જણાવ્‍યું હતું કે રાત્રિના અંધારામાં ૨ મીટર ઊંચા મોજા ઉછળવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.(૩૮.૧૫)

(10:51 AM IST)