<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ફાઈવસ્ટાર હોટલમાં લગ્નગીત ગવાયા,જાનૈયા નાચ્યાં,સાત ફેરા માટે દુલ્હો મંડપમાં બેઠો અને ઇડીના દરોડા : વરરાજા મંડપ છોડીને ભાગ્યો

ED ને ખબર પડી ગઈ હતી કે આરોપી સૌરભ ગુપ્ત રીતે લગ્ન કરી રહ્યો છે, તેને પકડવા માટે ED એ જ દિવસે દરોડા પાડવાનું આયોજન કર્યું

જયપુરની ફાઇવ સ્ટાર હૉટેલ ફેરમાઉન્ટમાં લગ્નના ગીત ગવાયા, બારાતીઓ ખૂબ નાચ્યા અને મંડપ પણ ખૂબ સરસ શણગારેલો હતો. દુલ્હા-દુલ્હન પ્રવેશ્યા અને બંને સાત ફેરા માટે મંડપમાં બેઠા. પંડિતજીએ મંત્રોનો પાઠ શરૂ કરતાની સાથે જ કંઈક એવું બન્યું કે વરરાજા મંડપમાંથી ભાગી ગયો અને કન્યા જોતી રહી. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે પ્રખ્યાત મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં વોન્ટેડ સૌરભ આહુજાને પકડવા માટે ત્યાં દરોડો પાડ્યો હતો.

વાસ્તવમાં ઇડીને  ખબર પડી ગઈ હતી કે આરોપી સૌરભ ગુપ્ત રીતે લગ્ન કરી રહ્યો છે, તેને પકડવા માટે ED એ જ દિવસે દરોડા પાડવાનું આયોજન કર્યું હતું. ED લગ્નની વિધિ પછી સૌરભ આહુજાને પકડવા માગતી હતી પરંતુ સૌરભને તેનો સંકેત મળી ગયો. આવી સ્થિતિમાં, તે મંડપમાંથી અધવચ્ચે જ ભાગી ગયો. લગ્નની વિધિ પહેલા વરરાજા સૌરભ ભાગી ગયા બાદ તેની દુલ્હન અને અન્ય મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ED એ લગ્નમાં આવેલા એ જ કેસના આરોપી પ્રણવેન્દ્ર સહિત ત્રણ લોકોને પકડતા જ બધાને આ બાબતની ખબર પડી ગઈ. આ પછી, ED ના અધિકારીઓએ દુલ્હનની પણ પૂછપરછ કરી પરંતુ કંઈ મળ્યું નહીં. એટલું જ નહીં, ED એ દુલ્હા અને દુલ્હન બંનેના પરિવારો પાસેથી પણ માહિતી એકત્રિત કરી.

મળતી માહિતી મુજબ, ભારતના સૌથી મોટા ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પૈકીના મહાદેવ બેટિંગ એપ દ્વારા કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારના સંદર્ભમાં રાયપુર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ જયપુર પહોંચી હતી. જ્યાં તેમણે આરોપી સૌરભ આહુજાને પકડવા માટે દરોડા પાડ્યા હતા, પરંતુ વોન્ટેડ આરોપી ED અધિકારીઓને ચકમો આપીને ભાગી ગયો હતો.

 


 

(11:03 PM IST)