News of Friday, 4th July 2025
ભાજપને મળી શકે છે પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષઃ ૩ નામ રેસમાં
નિર્મલા સિતારમણ * ડી.પુરંદેશ્વરી * વનશ્રી શ્રીનિવાસન : જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૩ માં સમાપ્ત થયો હતો, પરંતુ પાર્ટીએ તેમને જૂન ૨૦૨૪ સુધીનો કાર્યકાળ લંબાવ્યો હતો

નવી દિલ્હીઃ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી, પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીને લઈને ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે, સૂત્રો પાસેથી એવા સમાચાર છે કે ભાજપ પહેલીવાર કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. આનું કારણ એ છે કે ભાજપ તાજેતરના વર્ષોમાં મહિલા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે. આ સફળતા ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં પ્રાપ્ત થઈ છે.
જેપી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૩ માં સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ પાર્ટીએ તેમને જૂન ૨૦૨૪ સુધીનો કાર્યકાળ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ અગ્રણી મહિલા નેતાઓના નામ ચર્ચામાં છે.
વર્તમાન નાણામંત્રી અને ભૂતપૂર્વ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણને પક્ષ સંગઠનમાં ઊંડા પ્રવેશ અને કેન્દ્ર સરકારમાં લાંબા અનુભવને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
આંધ્ર પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડી. પુરંદેશ્વરી ખૂબ જ અનુભવી અને બહુભાષી નેતા છે. ઘણા રાજકીય પક્ષો સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે અને પક્ષમાં તેમની વ્યાપક સ્વીકળતિ છે. તેમને ઓપરેશન સિંદૂર જેવા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી કામગીરીનો પણ ભાગ બનાવવામાં આવ્યો હતો.
તો તમિલનાડુના કોઈમ્બતુર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અને ભાજપ મહિલા મોરચાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ વનથી શ્રીનિવાસન ૧૯૯૩માં ભાજપમાં જોડાયા હતા અને સંગઠનમાં ઘણા હોદ્દા સંભાળ્યા છે. ૨૦૨૨ માં, તે કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા અને આમ કરનાર પ્રથમ તમિલ મહિલા નેતા બન્યા.
સૂત્રો કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પણ આ વિચારને ટેકો આપ્યો છે.(૩૮.૫)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
