<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ડિલિવરી એજન્‍ટ બનીને એપાર્ટમેન્‍ટમાં ઘૂસીને યુવતી પર દુષ્‍કર્મ આચર્યુ

હું ફરી આવીશઃ યુવતી પર રેપ કરીને ડિલિવરી બોયે મેસેજ મૂકયો

 

પૂણે તા.૪: મેટ્રો શહેરોમાં મહિલાઓની એકલતાનો ગેરલાભ ઉઠાવવાનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે.

પૂણેના નાયબ પોલીસ કમિશનર રાજકુમાર શિંદેએ જણાવ્‍યું કે, યુવતીનો ભાઈ સાંજે કોઈ કામઅર્થે બહાર ગયો હતો ત્‍યારે ડિલિવરી બોયના સ્‍વાંગમાં એક શખ્‍સ ૭.૩૦ વાગ્‍યે ફ્‌લેટમાં પ્રવેશ્‍યો હતો. બેન્‍કના કોઈ ડોકયુમેન્‍ટ્‍સનું કુરિયર આપવાનું કહીને તે ઘરે આવ્‍યો હતો. બાદમાં તેણે કુરિયર મળી ગયું છે તેની ખાતરી માટે સહી કરવા જણાવ્‍યું હતું. ડિલિવરી બોય પાસે પેન નહીં હોવાથી યુવતી પેન લેવા અંદરના રૂમમાં ગઈ ત્‍યારે આરોપીએ ઘરમાં પ્રવેશીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

શંકાસ્‍પદ પ્રવાહી છાંટતા યુવતી બેભાન થઈ ગઈ હતી અને બાદમાં તે ભાનમાં આવી ત્‍યારે તેના પર દુષ્‍કર્મ થયું હોવાનું જણાતા તે ગભરાઈ ગઈ હતી. પોલીસે તપાસ કરતા જણાયું હતું કે, આરોપીએ યુવતીની વાંધાજનક તસવીર ફોનમાં લીધી અને બનાવ અંગે કોઈને જાણ કરી છે તો ફોટો વાયરલ કરવા ધમકી આપતો મેસેજ કર્યો હતો.(૩૮.૩)

(9:50 AM IST)