News of Friday, 4th July 2025
લગ્ન કરતાં પહેલાં થેલેસેમિયાની ટેસ્ટ ફરજિયાત કરશે મહારાષ્ટ્ર સરકાર

મુંબઈ,તા.૦૪: લગ્ન કરતાં પહેલાં થેલેસેમિયાની ટેસ્ટ ફરજિયાત કરીને આ જીવલેણ રોગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એમ પબ્લિક હેલ્થ મિનિસ્ટર મેઘના બોરડીકરે જણાવ્યું હતું. વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરી દરમ્યાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અત્યારે મહારાષ્ટ્રમાં થેલેસેમિયાના ૧૨,૮૬૦ દર્દીઓ છે.
થેલેસેમિયા જિનેટિક બ્લડ ડિસઓર્ડર છે જેમાં દરદીનું શરીર લાલ રક્તકણો બનાવી શકતું નથી તેથી શરીરમાં હીમોગ્લોબિન બનતું નથી. લગ્ન કરવા માગતાં બન્ને પાત્રો અગાઉથી જ આ ટેસ્ટ કરાવે તો તેમના આવનાર બાળકને થેલેસેમિયાના રોગનો ભોગ બનતું અટકાવી શકાય.(૪૦.૮)
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
