News of Friday, 4th July 2025
સાળી-બનેવીને પ્રેમ થતાં ઘરેથી ભાગ્યાઃ નાની બ્હેનેએ મોટી બહેનનું ઘર ભાંગ્યું
તેરે ઈશ્ક મે પાગલ હો ગયા દીવાના તેરા

ગોંડા,તા.૦૪: સાળી-બનેવીનો સંબંધ હસી-મજાકનો હોય છે. જો કે કયારેક-કયારેક આ હસી-મજાક અપરાધમાં બદલાઈ જાય છે. હવે ઉત્તર પ્રદેશમાંથી આવો જ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક સાળી પોતાના બનેવી પર ફિદા થઈ ગઈ. પછી પ્રેમ એટલો આગળ વધી ગયો કે, તે ભૂલી ગઈ કે તે જેને પ્રેમ કરે છે, તે બીજું કોઈ નહીં પણ તેની બહેનનો સુહાગ છે અને ત્રણ બાળકોના પિતા પણ છે. બંનેએ હદ તો ત્યારે પાર કરી જ્યારે બંને ઘરેથી ભાગી ગયા. આ બાજુ મોટી બહેન રડતી રહી અને પોલીસ સ્ટેશને પહોંચી પોતાની દુઃખભરી કહાની પોલીસને સંભળાવી.
ચુંગી નાકા મેવતિયાનની રહેવાસી ફરહીને ગોંડા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો કે, તેના પતિ ઈમ્તિયાઝને તેની ૨૧ વર્ષની નાની બહેન નૈના ભગાડીને લઈ ગઈ. ઈમ્તિયાઝ ૨૯ જૂનના બપોરે એક વાગ્યે ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે તે પાસપોર્ટ એપ્લાય કરવા જઈ રહ્યો છે. પણ બાદમાં જાણવા મળ્યું કે, તે નાની બહેન સાથે ભાગી ગયો છે. જે સિલાઈકામ કરે છે પતી શાકભાજી વેંચે છે.
પીડિતાએ રડતાં-રડતાં કહ્યું કે, મેં ઘણી વાર ઈમ્તિયાઝને ફોન કર્યો, પણ તેણે ફોન ઉઠાવ્યો જ નહીં. બાદમાં તેમનો ફોન બંધ આવવા લાગ્યો. અમારે ૨ાા મહિનાથી ૩ાા વર્ષના ત્રણ બાળકો છે. હું તેને કઈ રીતે મોટા કરીશ. હાલમાં પીડિતાએ ગોંડા નગર કોતવાલી પોલીસને પોતાના પતિને પાછા લાવી આપવાની માગ કરતા ફરિયાદ નોંધાવી છે.
તેમણે આગળ કહ્યું કે, હું ઈચ્છું છું કે બહેન અને પતિ બંને પાછા આવી જાય. પતિ સાથે રહેવા માટે હજુ પણ હું રાજી છું.(૪૦.૨)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
