News of Friday, 4th July 2025
અમેરિકામાં વિમાનની એક પાંખ તૂટીને નીચે પડીઃ પાયલટને ખબર જ ન હતી
પાંખ તૂટવા છતાં સદ્ભાગ્યે વિમાન સુરક્ષિત લેન્ડ થયું : ન્યૂજર્સીમાં સ્કાઈ ડાઈવિંગ વિમાનને ટેકઓફ વખતે અકસ્માત નડયો, ૧૫ મુસાફરોનો ચમત્કારિક બચાવ, પાંચને સામાન્ય ઈજા

ન્યૂજર્સી, તા.૪: અમેરિકામાં બે વિમાન અકસ્માતો નોંધાયા હતા. એક અકસ્માત ઉત્તર કેરોલિનામાં થયો હતો. બીજો ન્યૂજર્સીમાં થયો હતો. બંને અકસ્માતોમાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. પાંચ મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી.
અમેરિકાના ઉત્તર કેરોલિના રેલે-ડરહમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલાં બોઈંગ ૭૩૭ વિમાનનીપાંખનો એક ટૂકડો નીચે પડી ગયો હતો. ઉપરથી નીચે પડેલા આ ટૂકડાની નીચે કચડાતા એક કાર ચાલાકનો બચાવ થયો હતો. ડેલ્ટા એરલાઈન્સના આ વિમાનમાં ૧૦૯ મુસાફરો હતા. લેન્ડિંગની થોડી સેકન્ડ પહેલાં જ વિમાનની પાંખ તૂટી ગઈ હતી, છતાં લેન્ડિંગ સફળ રીતે થયું હતું. આ ઘટનામાં સૌથી વિચિત્ર બાબત એ હતી કે પાયલટને તો પાંખ તૂટીને નીચે પડી ગયાની જાણ જ ન હતી.
વિમાન અકસ્માતની બીજી ઘટના ન્યૂજર્સીની છે. એક સ્કાઈ ડાઈવિંગ વિમાન ટેકઓફ વખતે જ દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. એ વખતે વિમાનમાં ૧૫ લોકો સવાર હતા. સ્કાઈ ડાઈવિંગ વિમાનનો ઉપયોગ સ્કાઈ ડાઈવર્સ આકાશમાંથી કૂદકો લગાવવા કરતા હોય છે.
જોકે, એમાં સવાર તમામ મુસાફરોને ચમત્કારિક બચાવ થયો હતો. પાંચ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. (૪૦.૫)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
