<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

મહારાષ્‍ટ્રમાં ૩ મહિનામાં ૭૬૭ ખેડૂતોએ આત્‍મહત્‍યા કરી

કમોસમી વરસાદ, સતત ઘટતો પાક ઉપજ, વધતો દેવું અને તબીબી ખર્ચાએ ખેડૂતોની કમર તોડી નાખી છેઃ ખરીફ પહેલા આત્‍મહત્‍યાનો સિલસિલો! આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખેડૂતોની સમસ્‍યાઓ જેમની તેમ

અકોલા,તા.૦૪: આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખેડૂતોની સમસ્‍યાઓ જેમની તેમ છે. ખરીફ સિઝન શરૂ થાય તે પહેલાં જ મહારાષ્‍ટ્રમાં આત્‍મહત્‍યાના બનાવોમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં રાજ્‍યમાં ૭૬૭ ખેડૂતોએ આત્‍મહત્‍યા કરી છે, જે ખૂબ જ ચોંકાવનારો આંકડો છે. આમાંથી, સૌથી વધુ ઘટનાઓ અમરાવતી વિભાગમાંથી નોંધાઈ હતી.

કમોસમી વરસાદ, સતત ઘટતો પાક ઉપજ, વધતો દેવું અને તબીબી ખર્ચાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. આવી જ એક ઘટનામાં, ૧૭ જૂનના રોજ, અકોલા જિલ્લાના નીમકરડા ગામના ૫૮ વર્ષીય ખેડૂત દેવાનંદ ઇંગલેએ પોતાના ખેતરમાં ઝાડ પર લટકીને આત્‍મહત્‍યા કરી લીધી.

દેવ આનંદ ઇંગ્‍લેના પત્‍ની કેન્‍સરથી પીડાતા હતા. સારવાર પાછળ મોટો ખર્ચ થયો, જ્‍યારે ઘરમાં માત્ર દોઢ એકર જમીન જ આવકનું સાધન હતી. પાક વર્ષ-દર-વર્ષે ઓછો થઈ રહ્યો હતો. આ ઉપરાંત, તેમની પાસે ઓછી બચત હતી, તેમણે રૂ.૧૫,૦૦૦ની બેંક લોન લીધી હતી અને શાહુકારો અને સંબંધીઓ પાસેથી લગભગ રૂ.૨૦,૦૦૦ની લોન લીધી હતી.

હવે ઘરમાં ફક્‍ત તેમનો દીકરો વિક્કી ઈંગલે અને પુત્રવધૂ જ બાકી છે. વિકી કહે છે, ઙ્કદોઢ એકર જમીનથી કોઈક રીતે ઘરનું ગુજરાન ચાલ્‍યું. બાકીના ખર્ચ માટે, અમારે બીજા લોકોના ખેતરોમાં મજૂરી કરવી પડી, પરંતુ દવાઓનો ખર્ચ, ઘર ચલાવવાનું અને બેંક વસૂલાતનો સતત દબાણ... આ બધું અસહ્ય બની ગયું હતું. શાહુકારો પણ પૈસાની માંગણી કરતા હતા. આ બધાને કારણે, પિતાએ આ પગલું ભર્યું. સરકાર અમારી તરફ જોતી પણ નથી.ઙ્ઘ

 

ફેબ્રુઆરી ૨૦૨૧ માં આ જ વિસ્‍તારના તકલી ગામમાં આવી જ બીજી હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્‍યારે દેવાના બોજથી પરેશાન ખેડૂત સંજય વાનખેડેએ ખેતરમાં ફાંસી લગાવી લીધી હતી. સંજય પર ૮૦ હજાર રૂપિયાથી વધુનું દેવું હતું. સરકારે પરિવારને ?૧ લાખની આર્થિક સહાય આપી હતી, પરંતુ તેમની પત્‍ની માયા વાનખેડે કહે છે, ઙ્કસરકાર વારંવાર લોન માફીની જાહેરાત કરે છે, પરંતુ વાસ્‍તવમાં કંઈ કરતી નથી.

 

ૅખેડૂતો આત્‍મહત્‍યા કરતા પહેલા વારંવાર તેમની સમસ્‍યાઓ કહે છે, પરંતુ સરકાર ત્‍યારે ધ્‍યાન આપતી નથી. મળત્‍યુ પછી, તેઓ ?૧ લાખ આપે છે - તેનાથી શું થશે? પતિ ગયો, દીકરો રહ્યો નહીં. તો પછી કરોડો રૂપિયા મેળવવાનો શું ફાયદો?ૅ તેનો દીકરો સમર ભાવુક થઈ ગયો અને બોલ્‍યો, ૅજો પપ્‍પા અહીં હોત, તો તેઓ મને ફરવા લઈ ગયા હોત, ચોકલેટ લાવ્‍યા હોત... હવે મને તેમની ખૂબ યાદ આવે છે.ૅ અમારી ટીમ સાથે વાત કરતી વખતે તેમણે ભીની આંખો સાથે આ શબ્‍દો કહ્યા.

સ્‍થાનિક વળદ્ધ ખેડૂતો કહે છે કે સરકાર અને હવામાન બંને તેમને છેતરે છે. વરસાદ કયારેય આવતો નથી, અને જો આવે તો પણ એટલી જોરથી આવે છે કે પાકને ધોઈ નાખે છે. ઘણી વખત પાક ખેતરમાં જ સુકાઈ જાય છે. આવી સ્‍થિતિમાં, ખર્ચ પણ વસૂલ થતો નથી અને જ્‍યારે પાક બજારમાં પહોંચે છે, ત્‍યારે તેનું કોઈ મૂલ્‍ય મળતું નથી.

વહીવટી નીતિઓ અને રાજકીય ઉપેક્ષા - બંને આ માટે જવાબદાર છે. જો સરકાર અને વહીવટીતંત્ર સમયસર ખેડૂતોની સમસ્‍યાઓ પર ધ્‍યાન આપે તો કદાચ કોઈ ખેડૂત આત્‍મહત્‍યા જેવું કઠોર પગલું ન ભરે. -‘ હજુ પણ બાકી છે - શું સરકાર જાગશે કે દેવ આનંદ કે સંજય જેવા કેટલા ખેડૂતો પોતાના જીવ ગુમાવશે?

(10:30 AM IST)