News of Friday, 4th July 2025
જસ્ટિસ યશવંત વર્માને તેમના પદ પરથી હટાવવાની તૈયારીઃ સાંસદોની સહી ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ થશે
લોકસભા માટે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદો અને રાજ્યસભા માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોનું સમર્થન જરૂરી છે : મુખ્ય વિપક્ષી પક્ષોએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપવા માટે તેમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છેઃ કેબીનો પ્રધાન કિરેન રિજિજુ

નવી દિલ્હી તા.૪: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે મુખ્ય વિપક્ષી પક્ષોએ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાના પ્રસ્તાવને સમર્થન આપવા માટે તેમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી કે આ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવશે કે રાજ્યસભામાં. લોકસભા માટે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદોના હસ્તાક્ષર જરૂરી છે. રાજ્યસભા માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોના સમર્થનની જરૂર પડે છે.
તેમણે કહ્યું કે સરકાર કયા ગળહમાં પ્રસ્તાવ રજૂ કરશે તે નક્કી કર્યા પછી સહીઓ એકત્રિત કરવામાં આવશે. ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૨૧ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, ૧૯૬૮ મુજબ, જ્યારે કોઈ પણ ગળહ દ્વારા ન્યાયાધીશને હટાવવાનો પ્રસ્તાવ અપનાવવામાં આવે છે, ત્યારે સ્પીકર અથવા અધ્યક્ષ ત્રણ સભ્યોની સમિતિની રચના કરશે. આ સમિતિ એ આધારોની તપાસ કરશે કે કયા કારણોસર ન્યાયાધીશને હટાવવાની (અથવા બીજા શબ્દોમાં કહીએ તો, મહાભિયોગની) માંગ કરવામાં આવી છે.
આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, ૨૫ ઉચ્ચ કોર્ટમાંથી અદાલતોમાંથી એક ચીફ જસ્ટીસ અને એક પ્રખ્યાત વકીલ સમાવેશ થાય છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
