News of Friday, 4th July 2025
૩,૦૦૦ રૂપિયાનો ફાસ્ટેગ લેનારાને બીજી મોટી રાહત આપવા તૈયારી
૧૫ ઓગષ્ટ, ૨૦૨૫થી ૩,૦૦૦ રૂપિયાનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ થશે

નવી દિલ્હી, તા.૪: રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક્સપ્રેસવે અને હાઈવે પર સફર કરનારા લોકોને રાહત આપવા માટે પહેલાથી જ ૩,૦૦૦ રૂપિયાના વાર્ષિક પાસની જાહેરાત કરી દીધી છે. હવે તેમણે એક અન્ય રાહત આપવાની તૈયારી કરી દીધી છે. તેનાથી ર્પાકિંગ બાબતે ફાયદો આપવામાં આવી શકે છે. આ દિશામાં મંત્રાલયે મંથન શરૂ કરી દીધું છે.
ગત દિવસોમાં મંત્રાલયે એક વર્ષ માટે ૩,૦૦૦ રૂપિયાના પાસની જાહેરાત કરી છે. આમાં ૨૦૦ ટ્રિપ ફ્રી હશે. સરેરાશ પ્રતિ ટોલ ૧૫ રૂપિયા પડશે. જો કે, કેટલાક વાહન ચાલક એવા પણ હશે, જેમની હાઈવે કે એક્સપ્રેસવે પર અવર-જવર ઓછી થતી હશે. જો આવા વાહન ચાલક વાર્ષિક પાસ લેવાનું વિચારી રહ્યા હશે, પરંતુ નક્કી સમયમાં પૂરા પૈસા ખર્ચ ન કરી શકયા તો શું થશે? મંત્રાલય આવા વાહન ચાલકોને રાહત આપવાનું વિચાર કરી રહ્યું છે.
આ દિશામાં ચર્ચા ચાલી રહી છે કે જો આખી રકમ ખર્ચ ન થાય, તો શું આ બાકી રકમનો ઉપયોગ ર્પાકિંગ માટે કે બીજે કયાંય કરી શકાય? જોકે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેના પર ચોક્કસ વિચારણા કરવામાં આવી રહી છે. જો આવું થાય, તો આ પાસથી એવા વાહનચાલકોને પણ ફાયદો થશે જેઓ વાર્ષિક પાસ લીધા પછી હાઇવે પર ઓછી મુસાફરી કરશે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫થી ૩,૦૦૦ રૂપિયાનો Fastage આધારિત વાર્ષિક પાસ શરૂ થશે. આ પાસ એક વર્ષ સુધી કે ૨૦૦ યાત્રાઓ સુધી, જે પહેલા હોય, માન્ય ગણાશે. પાસ શરૂ કરવા કે નવીનીકરણ માટે વહેલી તકે રાજમાર્ગ યાત્રા એપ અને NHAI/MoRTHની વેબસાઈટ પર એક અલગ લિંક મળશે, જેનાથી પ્રક્રિયા સરળ થશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અનુસાર, દેશભરમાં ૧.૫ લાખ કિ.મી. NHAIનું કુલ નેટવર્ક છે. આમાં લગભગ ૯૦,૦૦૦ કિલોમીટર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે છે. જેમાં ૪૫,૦૦૦ કિલોમીટર પર ટોલ લાગે છે. આ NH પર ૧૦૬૩ ટોલ પ્લાઝા છે. આમાં રોજના લાખો વાહન એવા છે, જેમની રોજ અવર-જવર હોય છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
