<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

યુપીમાં યોગી સરકારનો ઐતિહાસિક નિર્ણય: આઉટસોર્સિંગ કર્મચારીઓને મળશે કાયમી નોકરી જેવું સન્માન!

લાખો પરિવારોમાં ખુશીઓ, હવે માત્ર પગાર જ નહીં, પરંતુ સુરક્ષા અને સામાજિક સુરક્ષાનો અહેસાસ પણ: વહીવટી પારદર્શિતા અને જવાબદારીનું એક નવું પ્રકરણ

લખોટાની વાત નથી, લાખોની વાત છે! લાંબા સમયથી ઉપેક્ષિત અને શોષણનો ભોગ બનતા ઉત્તર પ્રદેશના લાખો આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે ખુશખબર! મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. હવે આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી અને તેમના અધિકારો માટે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સેવા નિગમ (UPCOS) નામની નવી સંસ્થા બનશે. આ નિગમ કંપની એક્ટ હેઠળ કામ કરશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ કર્મચારીઓને સુરક્ષા, સન્માન અને ન્યાય અપાવવાનો છે.

આરક્ષણનો પૂરો લાભ, કોઈ ભેદભાવ નહીં!
આ સૌથી મોટી અને મહત્વની વાત છે! UPCOS દ્વારા થતી તમામ ભરતીઓમાં SC, ST, OBC, EWS, મહિલા, દિવ્યાંગજન અને પૂર્વ સૈનિકો માટેના આરક્ષણના તમામ નિયમોનું કડકપણે પાલન કરવામાં આવશે. એટલું જ નહીં, નિરાશ્રિત, તલાકશુદા અને પરિત્યક્તા મહિલાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે, હવે આઉટસોર્સિંગમાં પણ યોગ્યતા અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય મળશે.

શોષણનો અંત, પારદર્શિતાનો પ્રારંભ!
અત્યાર સુધી આઉટસોર્સિંગ એજન્સીઓ મનમાની કરતી હતી. સમયસર પગાર ન મળવો, પગારમાં કાપ, EPF/ESI જેવા લાભો ન મળવા, પારદર્શિતાનો અભાવ અને કર્મચારીઓનું ઉત્પીડન જેવી અસંખ્ય ફરિયાદો મળતી હતી. હવે આ બધી બાબતો ભૂતકાળ બની જશે! મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે:
•    દર મહિનાની 5 તારીખ સુધીમાં સીધો પગાર: હવે આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર દર મહિનાની 5 તારીખ સુધીમાં સીધો તેમના બેંક ખાતામાં જમા થઈ જશે.
•    EPF-ESI નો લાભ: EPF, ESIC અને બેંકો તરફથી મળતા તમામ લાભો સમયસર કર્મચારીઓને મળશે.
•    એજન્સીઓ પર લગામ: UPCOS એક રેગ્યુલેટરી બોડી તરીકે કામ કરશે. જે એજન્સીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, દંડ થશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
•    નોકરીની સુરક્ષા: એકવાર પસંદગી થયા પછી, જ્યાં સુધી સંબંધિત વિભાગના સક્ષમ અધિકારીની ભલામણ ન હોય ત્યાં સુધી કોઈ પણ કર્મચારીને સેવામાંથી મુક્ત કરવામાં આવશે નહીં.

નિયમિત જગ્યાઓ પર આઉટસોર્સિંગ નહીં:
મુખ્યમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે નિયમિત સરકારી પદોની સામે કોઈ પણ આઉટસોર્સિંગ સેવા લેવામાં આવશે નહીં. આ નિર્ણય દર્શાવે છે કે સરકાર કાયમી ભરતીઓની જગ્યાએ આઉટસોર્સિંગનો દુરુપયોગ કરવા માંગતી નથી.

આઉટસોર્સિંગ કર્મચારીઓને અનુભવનો લાભ!
હાલ જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તેમને કોઈ તકલીફ પડશે નહીં. નવી પસંદગી પ્રક્રિયામાં તેમને અનુભવના આધારે વેઈટેજ મળશે. આ એક આવકારદાયક પગલું છે જે વર્તમાન કર્મચારીઓના હિતોનું રક્ષણ કરશે.

નિગમ કેવી રીતે કામ કરશે?
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને એક મહાનિદેશકની નિમણૂક થશે. મંડળ અને જિલ્લા સ્તરે પણ સમિતિઓ બનશે. એજન્સીઓની પસંદગી GeM પોર્ટલ દ્વારા ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે કરવામાં આવશે.

 

(5:27 PM IST)