News of Friday, 4th July 2025
નવેસરથી વેચવાલી વચ્ચે સોનામાં રૂપિયા 600 અને ચાંદીમાં કિલોએ 1000 ગગડ્યા
અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,07,500 રહી જયારે શુદ્ધ સોનુ (99.9) રૂપિયા 500 તૂટી રૂપિયા 1,00,000 થયું

નવી દિલ્હી :નવેસરથી વેચવાલી વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 600 ઘટીને રૂપિયા 99,020 થયો છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 98,500 થયો છે.
આ દરમિયાન દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,000 ગગડી રૂપિયા 1,04,800 થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ નજીવા પ્રમાણમાં સુધરી 3,334.45 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 36.90 ડોલર રહ્યો છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,07,500 રહી હતી. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) રૂપિયા 500 તૂટી રૂપિયા 1,00,000 અને અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.9) રૂપિયા 500 ગગડી રૂપિયા 99,700 રહ્યા હતા.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
