<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

બે પતિ, એક પ્રેમીઃ જેઠ-સસરાને પણ આંગળીના ઈશારે નચાવ્‍યાઃ પ્‍લાન બનાવી સાસુની હત્‍યા કરી નાખી

યુપીના ઝાંસી જિલ્લામાં પૂજા નામની એક હત્‍યારી મહિલાએ જે કર્યુ, જેને જોઈ-સાંભળી ભલભલાને પરસેવો છૂટી જાય

 

ઝાંસી તા.૫: કોઈ વિચારી પણ ન શકે કે કાયમ હસતી દેખાતી એક મહિલાનું હાસ્‍ય આટલું ખતરનાક હોઈ શકે છે. પણ યુપીના ઝાંસી જિલ્લામાં પૂજા નામની એક હત્‍યારી મહિલાએ જે કર્યું, જેને જોઈ-સાંભળી ભલભલાને પરસેવો છૂટી જાય. આરોપ છે કે આ કાતિલ મહિલાએ પહેલા પતિ પર હુમલો કરી હત્‍યા કરવાનો પ્‍લાન બનાવ્‍યો, એ તો બચી ગયો પણ પૂજા જેલમાં જતી રહી. કોર્ટ કચેરીના ચક્કર કાપતાં બીજો શખ્‍સ મળ્‍યો તો તેની સાથે લિવ-ઇનમાં રહેવા લાગી. પછી રોડ અકસ્‍માતમાં તેનું મોત થઈ ગયું. ત્રીજા સાથે જોડાઈ તો તેની માતાનું એટલે કે તેની સાસુની હત્‍યાનો આરોપ લાગ્‍યો. જે ઘરમાં રહેતી હતી, તેઓ ઇચ્‍છે છે કે કાતિલ વહુ, તેની બહેન અને લવરને ફાંસી થાય.

પૂજા જાટવ પર પોતાની બહેન અને તેના પ્રેમી સાથે મળીને સાસુની હત્‍યા કરવાનો આરોપ છે. પૂજાના પહેલા લગ્ન ઝાંસીના એક રેલકર્મી સાથે થયા હતા. કહેવાય છે કે, પૂજાની ચાલઢાલથી પતિ નારાજ રહેવા લાગ્‍યો અને ઘરમાં ઝઘડા થવા લાગ્‍યા. તેના કારણે પૂજાએ પતિ પર જીવલેણ હુમલો કરી દીધો. પૂજા જેલમાં ગઈ. જેલમાંથી આવ્‍યા બાદ પૂજા કોર્ટ કચેરીના ધક્કા તેની મુલાકાત કલ્‍યાણ રાજપૂત સાથે થઈ, જેના માથે પણ કેટલાય કેસ હતા. બંનેની દોસ્‍તી થઈ, જે બાદમાં પ્રેમ થયો. બંને સાથે રહેવા લાગ્‍યા. એક વર્ષ પણ ન થયું કે કલ્‍યાણનું રોડ અકસ્‍માતમાં મોત થઈ ગયું.

ત્‍યાર બાદ કલ્‍યાણના પિતા અજય રાજપૂત દયા ખાઈને પૂજાને પોતાના ગામ કુમ્‍હરિયા લઈ આવ્‍યા અને ઘરમાં રાખી. કહેવાય છે કે, પૂજાએ આ દરમિયાન મળતક પતિ કલ્‍યાણના મોટા ભાઈ સંતોષ રાજપૂત જે પરણેલા હતા, તેમની સાથે સંબંધમાં આવી ગઈ. તેનાથી તેમને એક દીકરી પણ થઈ ગઈ. દીકરી થયા બાદ સંતોષની પત્‍ની રાગિનીએ મજબૂરી સમજીને સ્‍વીકારી લીધું. આરોપ તો એવો પણ છે કે સસરા અજયને પણ પૂજા સાથે સંબંધ હતો.

પોલીસના જણાવ્‍યા અનુસાર, પૂજા તરફ સંતોષ વધારે ધ્‍યાન આપતાં તેની પત્‍ની રાગિનીને ખટકવા લાગ્‍યું. આ બાજુ પૂજા પણ ઇચ્‍છતી હતી કે પતિ કલ્‍યાણના ભાગની આઠ એકર જમીન વેચીને તે ગ્‍વાલિયરમાં શિફ્‌ટ થઈ જશે. આ વાતોને લઈને ઝઘડો થયો તો રાગિની પોતાના પિયરમાં જતી રહી. પૂજા પણ ગ્‍વાલિયર જતી રહી. જમીન વેચવામાં સાસુ સુશીલ આડી આવતી હતી. તે જમીન વેચવા માગતી નહોતી. ત્‍યાર બાદ પૂજાએ કથિત રીતે એવું કાવતરું રચ્‍યું કે સાંભળનારાના હોશ ઊડી ગયા.

મળતકા સુશીલાના ભત્રીજા સૌરભની વાત માનીએ તો ગ્‍વાલિયરમાં જ પૂજાની બહેન કમલા ઉર્ફ કામીની સાથે વાત થઈ, જે આર્થિક રીતે નબળી હતી. કામિનીની આર્થિક તંગી દૂર કરવા અને જમીન વેચવાના રસ્‍તામાં કાંટો બનતી સાસુ સુશીલાને હટાવવા માટે પૂજાએ કાવતરુ ઘડી નાખ્‍યું. પૂજાએ ૨૨ જૂનના રોજ દીકરીના બર્થ ડે માટે સસરા અજય તથા જેઠ સંતોષને ગ્‍વાલિયર બોલાવ્‍યા. બંને એક દિવસ ત્‍યાં જ રોકાયા.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ૨૩ જૂનની રાત સસરા અને જેઠ ગ્‍વાલિયરમાં આરામથી સૂઈ રહ્યા હતા અને પ્‍લાન અનુસાર, ૨૪ જૂનની સવારે લગભગ સાડા પાંચ વાગ્‍યે કામિની પોતાના પ્રેમી અનિલ વર્મા સાથે બાઈકથી ગામડે પહોંચી ગયા. તે સમયે સુશીલા પોતાના વાડામાં કામ કરી રહી હતી. તેમને ઘરે બોલાવ્‍યા. ત્‍યાર બાદ બધાએ ચા પીધી. આ દરમ્‍યાન કામિનીએ પોતાની પ્રેમી અનિલ સાથે મળીને સુશીલાને ઊંઘની ગોળીનો હેવી ડોઝ આપી દીધો. સુશીલા બેભાન થઈ ગઈ.

પોલીસનું કહેવું છે કે, ત્‍યાર બાદ બંને સુશીલાના હાથ-પગ બાંધીને અને મોંમાં કપડાંનો ડૂચો મારી હત્‍યા કરી નાખી. એટલું જ નહીં બંને સુશીલાને રુમમાં પૂરી ૮ લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા. પોલીસે તપાસ શરુ કરી તો મામલો સાસુ, વહુ અને કાવતરાનો નીકળ્‍યો. પોલીસે વહુ પૂજા જાટવ, તેની બહેન કામિની અને તેના બોયફ્રેન્‍ડ અનિલ વર્માની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા.(૩૮.૫)

(10:13 AM IST)